રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (20:06 IST)

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો મોટો ઉછાળો, કુલ 4443 મોત

દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. કોવિડ-19ની સ્થિતિ જોઇએ તો, પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.
 
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 83.7% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં નવા 40,953 દર્દીઓ સંક્રમિત થયા છે.
 
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 25,681 દર્દી પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 2,470 જ્યારે કેરળમાં વધુ 1,984 કેસ નોંધાયા છે. આઠ રાજ્યોમાં નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં નવા કેસો વધી રહ્યાં છે. કેરળમાં સતત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
 
તો આ તરફ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1565 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 969 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 401, સુરત કોર્પોરેશનમાં 381, વડોદરા કોર્પોરેશનમાં 132 અને રાજકોટ કોર્પોરેશનમાં 121 કેસ નોંધાયા હતા. 
 
જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 2 અને વડોદરા કોર્પોરેશનમાં 1 એમ કુલ 6 વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,85,429 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,74,249 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,443 પર પહોંચ્યો છે.
 
રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.
 
અત્યાર સુધીમાં કુલ 28,36,204 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,92,712 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 33,28,916 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજ્યમાં કોવિડ-19 ના 1565 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 969 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.08 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,74,249 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6737 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 6668 લોકો સ્ટેબલ છે. 2,74,249 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,443 લોકોનાં મોત નિપજ્યા છે.