મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 માર્ચ 2020 (11:35 IST)

ગુજરાતમાં કોરોનાનો કહેર : આંકડો પહોંચ્યો 29 પર,, આજે એક સાથે 11 કેસો નોંધાયા

રાજ્યમાં કોરોનાના પોઝીટીવ દર્દીની સંખ્યા 29 થઈ છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયુ. સુરતમાં વૃદ્ધાના મોતની રાજ્ય સરકારે પુષ્ટિ કરી છે. તો સુરતમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા. તો બીજી તરફ વડોદરામાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીના મોત થયા છે. 
 
રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં પણ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. સરકારે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્યના પાંચ મહાનગરોમાં આગામી 25મી માર્ચ સુધી શટડાઉન કરવાની જાહેરાત કરી છે.
 
- રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો
- રાજ્યમાં કુલ 29 પર પહોંચ્યો કોરોનાનો આંકડો
- આજે એક સાથે 11 કેસો નોંધાયા
- પાંચ લોકોને ચેપથી કોરોના થયો
- સુરતમાં ચેપથી થયો કોરોના
- અમદાવાદમાં સાઉદી અરેબિયાથી આવ્યા કોરોનાના બે દર્દી
- વડોદરામાં બે વ્યક્તિને ચેપથી થયો કોરોના 
- પેરિસથી આવેલી 24 વર્ષીય યુવતીને કોરોના
- અમદાવાદના 33 વર્ષીય યુવકને કોરોનાનો ચેપ
- ગાંધીનગરના 49 વર્ષીય વ્યક્તિને કોરોનાનો ચેપ
- યુકેથી આવેલા અમદાવાદના યુવકને કોરોના 
- સાઉદીથી આવેલા 85 વર્ષીય આધેડને કોરોના
 -  વડોદરામાં કોરોના વાયરસ ના 6 કેસો પોઝિટિવ થયા
-  શ્રીલંકા થી આવેલા પતિ પત્ની નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ 
બંને ના સંપર્કમાં આવેલ 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂ નો પણ રિપોર્ટ આવ્યો પોઝિટિવ 
-  એક જ પરિવારના ના 4 સભ્યો નો કોરોના વાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો,  
- 12 લોકો નું ગ્રુપ ગયું હતું શ્રીલંકા 
- તંત્ર એ કોરોના પોઝિટિવ ના સંપર્કમાં આવે લા 29 લોકો ને કર્યા કોરોંટાઈન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ટ્વીટ
રાજ્ય સરકાર કડકાઈ થી લોકડાઉન નું પાલન કરાવે
- - નિયમ કાયદા મુજબ પાલન કરાવે
-  ગાંધીનગર જવાના રસ્તા પોલીસે  બંધ કર્યા 
- ગાંધીનગર જવાના રસ્તા પર ઉતરી પોલીસ
-  વૈષ્ણોદેવી સર્કલ પર વાહનવ્યવહાર અટકાવ્યો
- - અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે, 12 મહાનગર પાલિકા 1 ગ્રામયનો છે...
- એક કેસ જયપુરનો છે, એરપોર્ટથી તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે..
- બાકીના 11 કેસમાંથી 10 લોકો વિદેશમાંથી આવ્યા છે
- 1 કેસ બહારથી આવેલા હતા તેમના તમામ પરિવારજનોને ક્વોર્ણતાઈલ કરાય છે, તેમના ઘરમાં પણ એક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે...