મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 23 માર્ચ 2020 (11:25 IST)

જનતા કરફ્યૂના બીજા દિવસે શહેરીજનોમાં જોવા મળી લાપરવાહી, જાહેરમાં છીંક કે ખાંસી ખાનારને હવે રૂપિયા 500નો દંડ થશે..!

કોરોના વાયરસનો સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવચેતીના પગલા ભરી રહી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં મેટ્રો સેવાઓને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યોને કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે 75 જિલ્લામાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ 75 તે જિલ્લા છે જ્યા કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળ્યા છે અથવા જે જિલ્લામાં કોરોનાના દર્દીને કારણે કેટલાક લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 6 જિલ્લા બંધ કરવામાં આવ્યા છે.
 
કોરોના વાયરસના કહેરને લઇ ગુજરાતના 6 જિલ્લાને પણ લોક ડાઉન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સિવાય, ગાંધીનગર અને કચ્છ જિલ્લાને પણ લોકડાઉન કરવામાં આવ્યા છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં કોરોના પોઝેટિવના અત્યાર સુધીમાં 18 કેસ સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય નહી તે માટે રાજ્ય સરકારે વધુ બે કડક નિર્ણની જાહેરાત કરી છે. જેમાં રાજ્યને જોડતી તમામ સરહદ પર વાહનની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે રાજ્યની તમામ આંતરરાજ્ય સરહદ સીલ કરવામાં આવી છે.
 
રાજ્યના મોટાભાગના શહેરોમાં જનતા કર્ફ્યૂને લઇને લાપરવાહી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં રીક્ષાચાલકો રસ્તા પર જોવા મળી રહ્યા છે. સરકાર અને AMC દ્વારા સતત કરાઈ રહેલી વિનંતીઓને શહેરીજનો નજરઅંદાજ કરતા જોવા મળી રહ્યા છે. શહેરમાં ઘણી જગ્યાએ ચાની કિટલીઓ ખુલતાં લોકોના ટોળેટોળા એકઠા થયેલા જોવા મળ્યા હતા.ખાનગી કંપનીઓના કર્મચારીઓ વહેલી સવારથી માર્ગો પર આવનજાવાન કરતા નજરે પડ્યા

કોરોનાંના જાહેરનામાના ભંગનો સુરત શહેરમાં નોંધાયો ગુનો
 
કોરોનાંના જાહેરનામાના ભંગનો સુરત શહેરમાં નોંધાયો ગુનો, વેડ રોડ પર ધાર્મિક કાર્યક્રમ રાખનર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ મુજબ નોંધાયો ગુનો,૭૦થી૮૦ લોકો ભેગા થતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. 
 
જાહેરનામાનો ભંગ
દમણમાં 144 કલમ અને જાહેરનામાનો ભંગ સામે આવ્યો છે. દમણ ખાતે સાંજે કેટલાક લોકો દ્વારા જનતા કરફ્યુના સમર્થનને લઈ ઉજવણી રૂપે ભેગા થયા હતા. ભેગા થઈ નરેબાજી કરી ઉજવણી કરી, જેમાં સાથે પોલીસ પણ જોડાઈ હતી. વીડિયો દમણ અને વાપી વિસ્તારનો હોવાની ચર્ચા ચાલી છે. કોરોના જેવી બીમારી સામે લડવા લોકોને ઘરમાં રહી તંત્રની સરાહના કરવાની વાતને નેવે મૂકી કેટલાક લોકો જાહેરમાં આવી ચઢ્યા હતા. દમણ ખાતે આજે પણ પ્રસાશન દ્વારા જનતા કરફ્યુની અપીલ કરાઈ છે. ત્યારે બીજી તરફ લોકો દ્વારા આ રીતે જાહેરનામાનો ભંગ કરાયો છે. 
 
જાહેરમાં છીંક કે ખાંસી ખાનારને હવે રૂપિયા 500નો દંડ થશે..!
કોરોનાનો કહેર યથાવત્ છે તેવી સ્થિતિમાં સંક્રમિત વ્યક્તિના થુંકવાથી કે છીંક કે ખાંસી ખાવાથી આ કોરોના વાયરસ તેના ગળામાંથી બહાર નીકળે છે અને અન્ય વ્યક્તિને તેનો ચેપ લાગી શકે છે. જેના કારણે રાજ્ય સરકારે જાહેરમાં થુંકવા ઉપર પ્રતિબંધ મુક્યો છે અને રૂપિયા 500નો દંડ પણ વસુલવાનો શરૂ કરી દીધો છે.
 
ખાનગી પેસેન્જર વાહનો પર પણ પ્રતિબંધ
સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રાઈવેટ વાહનો, ટેક્સી, પેસેન્જર વાહનો 31 માર્ચ સુધી અવર જવર નહી કરી શકે એટલે કે, જે લોકો જ્યાં હોય ત્યાં જ રહેશે બીજા રાજ્યમાં કોઈ જઈ નહી શકે અને ત્યાંથી કોઈ ગુજરાતમાં આવી નહીં શકે. સરકારે એ પણ જણાવ્યું કે, માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓની હેર-ફેર કરતા જ વાહનો તથા કોરોના વાયરસની સેવામાં જોડાયેલા વાહનો જ માત્ર અવર-જવર કરી શકશે. જીવન જરૂરિયાત અને સરકારી ગાડીઓ જ ગુજરાતમાં ફરી શકશે.
 
કોરોન્ટાઇન દર્દીઓનું મોટું લિસ્ટ બનાવ્યું
હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે. 
 
ત્યારે Amc તંત્રએ કોરોન્ટાઇન દર્દીઓનું મોટું લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટ તંત્રના અધિકારીઓને સ્ટીકર લગાવવાની જવાબદારી આપવામાં આવી છે. કોરોન્ટાઇન દર્દીઓના ઘરે આ સ્ટીકર લગાવાઈ રહ્યા છે. એક વોર્ડ દીઠ સરેરાશ 250 શંકાસ્પદનું લિસ્ટ બનાવ્યુ છે. 48 વોર્ડ મુજબ સ્ટીકર લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે. 48 વોર્ડને જોતા આ આંકડો 10000થી વધુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં વિદેશથી આવેલા 402 લોકોના ઘર ઉપર પાલિકાએ હોમ અન્ડર ક્વોરન્ટાઇનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.