શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (09:02 IST)

શુ હવે લોકડાઉન જ એક અંતિમ ઉપાય ? કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક દિવસમાં 2 લાખ નવા કેસ, મોતનો ગ્રાફ પણ વધ્યો,

ભારતમાં કોરોના વાયરસનો કહેર અત્યાર સુધીના બધા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધા છે. દેશમાં કોરોનાનો કહેર કેટલો વિકરાળ થઈ ચુક્યો છે. તેનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે હવે એક જ દિવસમાં સંક્રમણનો આંકડો બે લાખને પાર પહોચી ગયો છે. ભારતમાં બુધવારે કોરોના વાયરસના એક દિવસમાં આશરે બે લાખ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બીજી બાજુ મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રીતે, કોરોનાની બીજી લહેર સતત નવા નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે, જે એક ભયાનક તસ્વીર રજુ કરી રહ્યુ છે. 
 
આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં બુધવારે રાત્રે સંકમણના 199,569 ના નવા કેસ નોંધાયા. આ મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં મળનારા નવા કોરોના સંક્રમિતોનો સૌથી ઊંચો આંકડો છે. પહેલી લહેરમાં પણ કોરોનાનુ આ વિકરાળ સ્વરૂપ જોવા નહોતુ મળ્યુ, જેટલુ આજે જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ આ સમયે 1037 લોકોના મોત થઈ  ગયા. અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ ગઈ છે. કોરોનાથી પીડિત લોકોના ઠીક થવાનો દર વધુ ગબડીને 89.51 ટકા રહી ગયો છે. 
 
આંકડા પર નજર નાખીએ તો મહામારીથી મરનારાઓની કુલ સંખ્યા 1,73,152 થઈ ગઈ છે.  સારવાર લેનારાઓની સંખ્યા પણ વધીને 1365704 થઈ ગઈ છે. 
જે સંક્રમણના કુલ મામલાના 9.24 ટકા છે. અત્યાર સુધી 12426146 કોરોના દર્દી સાજા થઈ ચુક્યા છે. કોરોનાથી મૃત્યુ દર 1,24 ટકા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877 છે. ઉલ્લેખનીય છે કે સતત  36માં દિવસે કોરોનાના મામલા દેશમાં વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારો પણ કોરોના પર કાબુ મેળવવા માટે અનેક નિયંત્રણો લાદી રહી છે, પરંતુ કોરોના જે ઝડપે વધી રહી છે તે સાથે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું લોકડાઉન એ છેલ્લો વિકલ્પ બાકી છે?
 
દિલ્હીમાં પણ કોરોનાનુ તાંડવ ચાલુ 
 
દિલ્હીમાં પણ રોજબરોજ વિકરાળ રૂપ લઈ રહેલા કોરોના રોગચાળાએ ડરાવવાનું શરૂ કર્યુ છે.  સંક્રમણ  બેકાબૂ બન્યા પછી, બુધવારે દિલ્હીમાં પહેલીવાર તમામ રેકોર્ડ તોડીને કોરોનાના 17000 થી વધુ નવા પોઝિટિવ કેસનાઆવતા જ  સરકારનું ટેંશન વધ્યું. હવે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા પણ 7.67 લાખને પાર કરી ગઈ છે. આ સાથે, પોઝિટિવિટી રેટ પણ 15.92 ટકા પર આવી ગયો છે. બુધવારે કોરોના ચેપથી 100 થી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
 
આરોગ્ય વિભાગ દ્વારા  બુધવારે રજુ કરાયેલા  હેલ્થ બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં એકબજુ જ્યાં 17,282 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, તો બીજી બાજુ  104 વધુ દર્દીઓનાં મોત પછી મૃતકોની સંખ્યા વધીને 11,540 થઈ ગઈ છે. મંગળવારે 13,468 દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આજના હેલ્થ બુલેટિન મુજબ, 9952 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા અને કોરોના મુક્ત બન્યા ,જ્યારે કે  મંગળવારે આ આંકડો  7972 હતો . આરોગ્ય વિભાગે કહ્યું કે દિલ્હીમાં અત્યાર સુધીમાં સંકમિત લોકોની કુલ સંખ્યા 7,67,438 પર પહોંચી ગઈ છે અને 24,155 દર્દીઓ હોમ આઈશોલેશનમાં છે. રાજધાનીમાં  હવે કોરોના વાયરસના  સક્રિય કેસ પણ વધીને 50,736 થયા છે. બીજી બાજુ અત્યાર સુધી  કુલ 7,05,162 દર્દીઓ આ રોગચાળાને હરાવીને કોરોના મુક્ત થઈ ગયા છે. આ સાથે, મૃત્યુઆંક વધીને 11,540 પર પહોંચી ગયો છે.
 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ 
 
મહારાષ્ટ્રમાં બુધવારે  કોરોના વાયરસના 58,952 નવા કેસ નોંધાયા હતા, બીજી બાજુ  વધુ 278ના કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક 58,804 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.. કોવિડ -19 રાજ્યમાં ઝડપથી વધતા અને ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બુધવારે રાત્રે એક દિવસ પહેલા સવારે 8 વાગ્યાથી 15 દિવસ સખત પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી રહેશે. 11 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં કોરોનાના 63,294 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. વિભાગે એક પ્રકાશનમાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,78,160 લોકોને સંક્રમિત થયા.  જેમાંથી 29,05,721 દર્દીઓ સાજા થયા છે. વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 6,12,070 કોરોના દરદીઓ સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7,410 નવા કેસ નોંધાયા છે અને 2642 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 24-24, રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ અને જૂનાગઢ શહેર, સુરત, અને વડોદરા જિલ્લામાં 1-1 મળી કુલ 73 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં 6 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4995એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 87.26 ટકા થયો છે. 
 
આજે રાજ્યમાં 1 લાખ 66 હજાર 698ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 85 લાખ 29 હજાર 83 લોકોને પ્રથમ ડોઝ અને 12 લાખ 3 હજાર 465 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 95 લાખ 65 હજાર 850નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 18 હજાર 4 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 39 હજાર 630ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં છેલ્લા 75 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 67 હજાર 616ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4995 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 23 હજાર 371 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 39250 એક્ટિવ કેસ છે, જેમાંથી 254 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 38996 દર્દીની હાલત સ્થિર છે.