ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (12:37 IST)

ભાવનગરમાં 8 નરાધમોએ સગીરાને પીંખી નાંખી, 3 ઝડપાયા

શહેરના ખેડુતવાસમાં રહેતા ત્રણ સહીત આઠ શખ્સોએ સગીરાનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર વાડીમા લઇ જઇ ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની સગીરાએ બી.ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવાતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખેડૂતવાસમાં રહેતા અંકિત પ્રવિણભાઇ મેર, પ્રકાશ બારૈયા ઉર્ફે ડગી અને શીવા કોળી ઉપરાંત ચાર થી પાંચ ખજાણ્યા શખ્સો વિરૂધ્ધ સગીરાએ બી.ડીવીઝન પોલીસ મથકમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ઉપરોકત શખ્સોએ  તેણીનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર આવેલ ગોકુળનગરની એક વાડીમાં લઇ જઇ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી સાથે સામુહીક દુષ્કર્મ આચર્યુ હતુ.
ઉપરોકત શખ્સોએ દુષ્કર્મ આચર્વા ઉપરાંત તમામે તેણીને વાડીમાં ગો઼ધી રાખી આ બાબતની કોઇને જાણ કરશે તો તેણીને મારી નાખશે.તેવી ધમકી આપી રસ્તા પર ફેંકી તમામ શખ્સો નાસી છુટયા હોવાનુ સગીરાએ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે. સગીરાની ફરિયાદ આધારે ડીવાયએસપી એ.એમ.સૈયદે તમામ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નો઼ધી આ બનાવમાં ઉપરોકત ત્રણ શખ્સોની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યા હતા.જયારે અન્ય નાસી છુટેલા શખ્સોની ભાળ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.
ભાવનગર શહેરમાં હજુ તાજેતરમાજ એક સગીરા સાથે સામુહીક દુષ્કર્મની ઘટના બનવા પામી છે. આ અગાઉ પણ સગીરા સાથે સામુદાયીક દુષ્કર્મની ઘટનાઓ બની ચુકી છે.ત્યારે વધુ એક ઘટનામા એક સગીરા ઉપર આઠ શખ્સોએ સામુહીક દુષ્કમૂ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.સમાજ માટે લાલ બત્તી સમાન બનતી આવી ઘટનાઓ બનતી અટકે તે જરૂરી છે.ખાસ કરીને મોબાઇલ અને સોસીયલ મીડીયા તેમજ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા બાળકોના વાલીઓએ આ મામલે સતેજતા દાખવી જરૂર છે.