સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:33 IST)

સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી

અમદાવાદ
સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ કરેલા નગ્ન ફોટા બનાવી વાઇરલ કરવાની ધમકી આપવામા આવી હતી. જે મામલે અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધી બહુચરાજી પાસેથી એક યુવકની ધરપકડ કરી છે. આરોપીએ બે બહેનોના નગ્ન મોર્ફ ફોટા બનાવી યુવતી પાસે શારીરિક માંગણી કરી હતી અને ધમકી પણ આપી હતી કે જો યુવતી ના કહેશે તો તે ફોટા વાયરલ કરી દેશે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
 
અમદાવાદમાં રહેતી યુવતી અને તેની નગ્ન ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી મામલે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા મૂળ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીનો વતની સ્મિત ઉર્ફે લાલો અતુલ ભાઈ પટેલની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી સ્મિતની પૂછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા એક વર્ષથી આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો છે. 6 મહિના પહેલા આરોપીએ યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનો અસ્વીકાર કરતા યુવકે આ કૃત્ય કર્યુ છે.