સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2021 (10:53 IST)

આમ આદમી પાર્ટીની સભામાં મંજૂરીથી વધુ અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા શહેર પ્રમુખ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

નારણપુરા AEC ઓફિસ પાસે આવેલા ભૂમિ પાર્ટી પ્લોટમાં રવિવારે યોજાયેલી સભામાં મંજૂરી કરતા વધુ કાર્યકરો આવતા પોલીસે કાયદો બતાવી અને આમ આદમીનો કાર્યક્રમ રોકતા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને નેતાઓ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. ગોપાલ ઇટલીયા પોલીસ વાન પર ચડી અને "ભાજપ હમ સે ડરતી હે પુલીસ કો આગે કરતી હે" ના નારા લગાવ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લોકો ફરી ટોળું કરતા કાર્યક્રમના આયોજક મિહિર પટેલ, શહેર પ્રમુખ અમઝદખાન પઠાણ સહિત ત્રણ લોકો સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.રવિવારે આમ આદમી પાર્ટીના મિહિર પટેલે અરજી કરી હતી કે રવિવારે બપોરે 1.30થી 3.30 વાગ્યા સુધી નારણપુરા AEC ઓફિસ સામે ભૂમિ પાર્ટી પ્લોટમાં સભાની મંજૂરી પોલીસ આપે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે 70થી 75 લોકોની હાજરીમાં કાર્યક્રમની મંજૂરી આપી હતી. બપોરે આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને દિલ્હીના એમ.એલ.એ આતિશીજી પણ આવી પહોંચ્યા હતા. મંજૂરી કરતા વધુ પ્રમાણમાં કાર્યકર્તાઓ ભેગા થઈ જતા પોલીસે ગોપાલ ઇટાલિયાને નિયમોનું પાલન કરી જેટલી સંખ્યાની મંજૂરી અપાઈ છે તેનાથી વધુ લોકોને રવાના કરવા સૂચના અપાઈ હતી.સભામાં પાર્ટીના 300 જેટલા લોકો ભેગા થઈ ગયા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર આયોજકોએ પોલીસ અને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો શરૂ કર્યા હતા. ત્યારે પોલીસ સાથે ધક્કા મુકી કરી લોકો અંદર પ્રવેશવા ગોપાલ ઇટાલિયાએ પોલીસની જીપ પર ચઢી નારેબાજી શરૂ કરી હતી. "ભાજપ હમસે ડરતી હે પુલીસ કો આગે કરતી હે" આવા નારા લગાવી લોકોને ભેગા કરી, સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જેથી પોલીસે મિહિર પટેલ, અમજદ ખાન પઠાણ, ગિરિશ રાવલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.