રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 નવેમ્બર 2020 (12:52 IST)

આમ આદમી પાર્ટીના 500 કરતા વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

રાજ્યમાં દિન પ્રતિ દિન મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે. તેના વિરોધમાં મહિલાઓની સુરક્ષા માટે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓએ વિરોધ કરતા પોલીસે 500 કરતા વધુની ધરપકડ કરવામાં આવી છે.
 
રાજ્યમાં દર વર્ષે 2700 કરતા વધુ બળાત્કારની ઘટનાઓ બની છે.મહિલાઓ સુરક્ષિત નથી.મહિલાઓ પર થતા અત્યાચારોને  રોકવા આપ પાર્ટીએ આજે સાળંગપુર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદશન કરી રહ્યા હતા. વિરોધ પ્રદશન  કરવાની પરવાની હોવા છતાં પોલીસે અટક્યાત કરી હતી.અમજદખાન પઠાણે કહ્યું હતું કે, ભાજપના રાજમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી રહ્યું.આપખુદશાહી શાસનનો અંત લાવવા અપીલ કરી હતી.
જ્યારે જ્યેન્દ્ર અભવેકરે જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કોઈ સલામત નથી.દેશના બંધારણનું હનન થઈ રહ્યું છે.500 વર્ષ ની ગુલામી બાદ દેશને આઝાદી મળી છે.પરંતુ ભાજપા સરકારમાં લોકોની સ્વત્રતતા પર તરાપ મારી રહી છે.આવી સરકારને આગામી ચૂંટણીમાં જાકારો આપવા લોકોને અપીલ કરી છે.વેપારીઓ બેકાર થઈ ગયા છે.લોકો ધંધા વગરના બેકાર બની ગયા છે.ખાનગીકરણ ના નામે દેશને વેચી દીધું છે.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અમજદખાન પઠાણ,ભેમાભાઈ ચૌધરી,મહિલા પ્રમુખ ગોરિબેન દેસાઈ,શિલાબેન મેહતા અને કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર સહિત 500 કાર્યકર્તા ઓની પોલીસે અટકાયત કરી છે.પોલીસે કાર્યકર્તાઓને શહેર કોટડા પોલીસ સ્ટેટન,કાલુપુર પોલીસ સ્ટેશન અને ઝોન 3ની કચેરી ખાતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે.