શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (12:29 IST)

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસરતાં રહેણાંક વિસ્તારોમાંથી મગર રેસ્ક્યુ કરાયાં

વડોદરામાં મગર જેવા પ્રાણીના વસવાટ એવા વિશ્વામિત્રી નદીના પાણી ઓસરતાં જ રહેણાક વિસ્તારોમાં મગરો નીકળવાની ઘટનાઓ જોવા મળી રહી છે. શહેરની સામાજિક સંસ્થા દ્વારા ગુરુવારે રાત્રે માંજલપુર સ્થિત શ્રેયસ હાઈસ્કૂલ પાસે, કલાલી ગામ અને સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસેથી 3 મગરોને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યા હતા.વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સંસ્થાના જણાવ્યા અનુસાર હાલ રોજના 5 થી 10 જેટલા મગર, અજગર અને સાપ નીકળવાના કોલ રહીશો દ્વારા મળી રહ્યા છે.શ્રેયસ સ્કૂલની સામે આવેલી વિશ્વજ્યોત સોસાયટી નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં મગર દેખાયો હતો. જે એક કૂતરાનો શિકાર કરવા બહાર નીકળીને રસ્તા પર આવી ચડ્યો હતો. બીજી ઘટનામાં વિશ્વામિત્રી નદી પાસે આવેલા પરશુરામ ભઠ્ઠાના રણજિત નગરમાં બે ફૂટનો મગર રહેણાક વિસ્તારમાં આવી ગયો હતો. જ્યારે કલાલી પરમહંસ હોસ્પિટલ નજીક 5 ફૂટના મગરને રસ્તા પરથી રેસ્કયૂ કરાયો હતો.