ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (15:32 IST)

દેહરાદૂન-ઋષિકેશ માર્ગ પર રાનીપોખરી પુલ પડ્યો, અનેક ગાડીઓ વહી ગઈ નદીમાં, જુઓ વીડિયો

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે દેહરાદૂન-ઋષિકેશ રોડ પરનો રાણીપોખરી પુલ ધરાશાયી થઈ ગયો છે. અકસ્માત દરમિયાન પુલ પરથી પસાર થતા કેટલાય વાહનો નદીમાં પડી ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી, પરંતુ કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યુ છે.
 
એવુ કહેવાય રહ્યુ છે કે પુલ પડતાની સાથે ત્રણ ગાડીઓ જેમા બે લોડર અને એક કારનો સમાવેશ છે જે નદીમાં પડી ગઈ. એક ઘાયલને ત્યાથી સારવાર માટે મોકલવામાં આવ્યો છે. પુલ પડવાની સૂચના મળતા જ પોલીસ અને રાહતદળ ઉતાવળમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટનાને કારણે હાલ દેહરાદૂનથી ઋષિકેશના મુખ્ય માર્ગનો સંપર્ક કપાય ગયો છે. ગાડીઓને દેહરાદૂનથી નેપાળી ફાર્મની તરફ ડાયવર્ટ કરીને ઋષિકેશ મોકલવામાં આવી રહ્યો છે. 

 
આ દરમિયાન ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાનીપોખરી પુલ વચ્ચેથી પડતો જોવા મળી રહ્યો છે. પુલ તૂટવા દરમિયાન તેના પરથી પસાર થતા વાહનો પણ નદીમાં પડી ગયા. લોકોનું કહેવું છે કે એ તો સારુ હતુ કે દુર્ઘટના સમયે પુલ એકદમ ન તૂટ્યો અને નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ઝડપી ન હતો, નહીંતર નુકસાન ઘણું વધારે હોત.