ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2023 (19:15 IST)

ગરબામાં આવતાં લોકોને તિલક કરો અને ગંગાજળ તથા ગૌમુત્ર પીવડાવી પ્રવેશ આપોઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

Dhirendra Shastri
Dhirendra Shastri
વડોદરાના ડભોઇ બાદ નવલખી ખાતે યોજાઈ રહેલ ગરબામાં "તિલક નહીં તો પ્રવેશ નહીં" અંગેની સૂચનાઓ અપાઈ હતી. ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે પ્રવેશ દરમિયાન તમામ યુવકોને તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે અંબાજી પધારેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે, ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ.

અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે.સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજી માં અંબાએ સ્વીકારી છે. રાજ્યમાં વધી રહેલા લવ જિહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે,સ્કૂલ-કોલેજમાં લવ જિહાદ ફેલાઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે. આયોજકોએ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ