મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (17:51 IST)

માનવતા મરી પરવારી!!! દોરડા વડે કુતરાને બાઇક પર બાંધીને રસ્તા પર ઢસેડ્યું

સુરત શહેરના વેસૂ વિસ્તારમાંથી એકદમ હદયદ્રાવક મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક કુતરા સાથે એવી અમાનવીયતા આદરવામાં આવી કે લોકોનો આત્મા કંપી જાય. જોકે ઘટના વેસૂમાં ભગવાન મહાવીર કોલેજ પાસેની છે, જ્યાં બે લોકો રસ્તા પર એક કુતરાને દોરડા વડે બાંધીને બાઇક સાથે ઘસેડવામાં આવ્યું હતું. રસ્તામાં ચાલી રહેલા એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. પોલીસે હવે અમાનવીયતા કરનારામાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.
 
આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સામે આવ્યા બાદ એક મહિલા સામાજિક કાર્યકર્તા સલોની રાઠીએ ખટોદરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાવીને એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બીજો ફરાર છે. ધરપકડ કરવામાં આવેલો મનપામાં મજૂર છે.
 
પોલીસે પ્રકરણમાં જાણકારી આપતાં જણાવ્યું કે ઘટના વેસૂમાં ભગવાન મહાવીર કોલેજની પાસેના રોડની છે. શહેરમાં સોસાયટી ફોર એનિમલ સેફ્ટી ઇન્ડીયાની પ્રદેશ સચિવ સલોની રાઠી દ્રારા આ ઘટનામાં ફરિયાદ નોંધાવ્યા બાદ મનપા અંતર્ગત અઠવા ઝોનમાં કાર્યરત હિતેશ વિરૂદ્ધ કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગાડી ચલાવનાર બીજો આરોપી હજુ ફરાર છે.
પોલીસે જણાવ્યું કે આ મામલે જે બાઇકનો ઉપયોગ થયો હતો તે મનપાકર્મી હિતેશની હતી. બાઇક તેનો મિત્ર ચલાવી રહ્યો હતો અને હિતેશ પાછળ બેસીને કુતરાને દોરડા વડે બાંધીને ઘસેડી રહ્યો હતો. જ્યારે તે કુતારાને ઘસેડીને લઇ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચાલતાં વ્યક્તિએ તેને આમ કરતાં અટકાવ્યો હતો પરંતુ તે અટક્યો નહી તો તેનો વીડિયો બનાવી લીધો.