1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (14:37 IST)

આ છે ગુજરાતની પ્રથમ ટ્રાંસવુમન ડોક્ટર, બાળક માટે ફ્રીજ કરાવ્યા Semen, હવે બનશે માતા

ગુજરાતમાં રહેનાર ડો. જેસનૂર દાયરા એક ટ્રાંસવુમન છે. તેમણે તાજેતરમાં જ રશિયાની એક યુનિવર્સિટીથી એમબીબીએસની ડિગ્રી લીધી છે. તેમનો જન્મ પુરૂષના રૂપમાં થયો હતો પરંતુ મનથી પોતાને મહિલા ગણે છે અને તે મુજબ રહેવા માંગે છે. તેમણે આ ઇચ્છા ક્યારેય ઘરવાળા સમક્ષ જણાવી નથી. પરંતુ હવે આ વાતને સ્વિકારવામાં સંકોચ નથી. હવે તે પોતાનું જેંડર પણ બદલવા માંગે છે.

ભારત જ શું, દુનિયાના કોઇપણ ખૂણામાં ટ્રાંસજેંડર્સને હવે પોતાનું વર્ચર્સ્વ સાબિત કરવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. ટ્રાંસમેન હોય અથવા ટ્રાંસવુમન આ વાતને સ્વિકાર કરવો મુશ્કેલ છે. ગુજરાતની પહેલી ટ્રાંસવુમન ડોક્ટર જેસનૂરનો દાયદો હાલ કંઇક આવો છે. તેમણે બાળપણથી અહેસાસ હતો કે તેમનું શરીર પુરૂષ છું, જ્યારે તેમની વિચારસણી મહિલાઓની માફક છે.

પરંતુ તે આ વાતને કોઇની સાથે શેર કરીને ઘરવાળાઓને પરેશાન કરવા માંગતી નથી અને એટલા માટે આટલા વર્ષો ચૂપ રહી, જોકે રશિયામાં અભ્યાસ દરમિયાન તેમને અહેસાસ થયો કે તે આ વાતને દુનિયા સાથે શેર કરી શકે છે.

ડો. જેસનૂર દાયરાએ પોતાના સત્યનો સ્વિકાર કરી લીધો છે અને તે તેની સાથે જીવવા માંગે છે. પોતાની હિંમતનું ઉદાહરણ પુરૂ પાડતાં હવે તેમણે પોતાના સંબંધીઓને સત્યથી વાકેફ કર્યા છે. ખુશીની વાત એ છે કે આ તેમણે પરિવાર અને સમાજનું સમર્થન મળવા લાગ્યું છે. હવે એક નવી ઓળખ સાથે જીવવા માંગે પરંતુ તેનાથી તેમને કંઇક એવું કર્યું જેને કરવાની કોઇ હિંમત કરતું નથી.

દરેકની માફક ડો. જેસનૂર દાયરા પણ પોતાના બાળકોનું પાલન પોષણ કરવા માંગે છે. તે વર્ષના અંત સુધી પોતાનું સેક્સ ચેંજ કરાવીને સંપૂર્ણપણે મહિલા બનવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલાં તેમણે પોતાના સીમન ફ્રીજ કરાવી દીધા છે. તેનાથી બાળક જૈવિક રીતે તેમનું હશે કારણ કે પિતા તરીકે આ તેમના સીમનમાં હાજર સ્પર્મથી જ જન્મ થશે.

આ સ્પર્મનું ડોનર એગ સાથે મિલન કરાવીને સરોગેટ માતાના ગર્ભમાં પ્લાન્ટ કરાવી દેવામાં આવશે. તેંથી દાયરા પોતાના બાળકની માતા અને પિતા બંને બની જશે.