શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:31 IST)

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. કેટલાંય સમયથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણને પગલે તેઓ ગુજરાત આવી શક્યા ન હતાં, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ અને રાજકીય હલચલ શાંત પડતાં તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. જો કે તેમની આ મુલાકાત માત્ર પારિવારિક હેતુને લઇને જ છે તેવું જણાવાઇ રહ્યું છે. આ તરફ આનંદીબેન જૂથના એક નેતા અનુસાર તેઓ અને તેમના જૂથના અન્ય નેતાઓ આ દરમિયાન એક દિવસ બેનની ઔપચારિક મુલાકાતે જશે.

આનંદીબેન રાજ્યપાલ બન્યા બાદ ગુજરાત બહાર જતાં તેમના જૂથના લોકોને હાંશિયામાં ધકેલી દેવાયાં છે, તેની રજૂઆત કરવા માટે બેનને તેઓ મળશે. આ નેતાના જણાવ્યા અનુસાર બેનના જૂથના લોકોને પક્ષમાં કે સરકારમાં હોદ્દા તો ઠીક પણ હવે તો ટીકીટો ય મળતી નથી. આ સંજોગોમાં આવતી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તેમના વતી આનંદીબેન હાઇકમાન્ડ સમક્ષ તેમનો પક્ષ રજૂ કરે તેવી આ નેતાઓની ઇચ્છા છે. એક સમયે અમદાવાદ અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દબદબો ભોગવતું આનંદીબેન જૂથ હાલ ઉપેક્ષાનો સામનો કરી રહ્યું છે.