મંગળવાર, 6 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 (08:04 IST)

વહેલી સવારે કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો, માત્ર 10 KM ની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ઘર છોડીને ભાગ્યા લોકો

earthquake
Earthquake in Kachchh:  શુક્રવારે સવારે 4:30 વાગ્યે  કચ્છ જિલ્લામાં ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

માત્ર 10 KM ની ઊંડાઈએ આવ્યો ભૂકંપ  એનસીએસ અનુસાર, ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપની ઊંડાઈ ફક્ત 10 કિલોમીટર હતી. તેનું કેન્દ્ર 23.65 ઉત્તર, રેખાંશ: 70.23 પૂર્વ હતું. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.