ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત પહેલા રાજ્ય સરકારે વરિષ્ઠ આઈએએસ ઓફિસરોના કામકાજમાં ફેરફાર કયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી સરકારે કુલ 26 ઓફિસરોના કામકાજમાં ફેરફાર કર્યો છે. 1998 બેચના અધિકારી સંજીવ કુમારને સીએમઓમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રિંસિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. એટલુ જ નહી તેમને ગૃહ વિભાગ વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ચાર્જ મુખ્ય સચિવ એમ કે દાસ પાસે હતો. દાસ ચીફ સેક્રેટરી બનતા પહેલા હોમ સેક્રેટરી હતા. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે હાલ આ ચાર્જ સંજીવ કુમાર પાસે રહેશે. એટલુ જ નહી આ સાથે સીએમઓમાં સેક્રેટરીના રૂપમાં આઈએએસ અધિકારી વિક્રાંત પાંડેયનુ કદ વધારવામાં આવ્યુ છે. તેમને હવે એડીશનલ પ્રિંસિપલ સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા છે. પાંડેય 2005 બૈચના આઈએએસ અધિકારી છે
બદલીઓમાં કોને કઈ જવાબદારી મળી?
સંજીવ કુમાર મુખ્યમંત્રીના મુખ્ય સચિવ બન્યા.
ડૉ. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રી કાર્યાલયમાં માહિતી વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો.
અવંતિકા સિંહને GSPCના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
અજય કુમારને મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
રમેશ ચંદ મીણા કૃષિ વિભાગના મુખ્ય સચિવ બન્યા.
અરુણ કુમાર એમ. સોલંકીને કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
મુકેશ કુમાર શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ બન્યા.
મિલિંદ તોરવાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના મુખ્ય સચિવ બન્યા.
અશ્વિની કુમાર ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મુખ્ય સચિવ બન્યા.
સંદીપ કુમાર નાણાં વિભાગના સચિવ બન્યા.
જય દીવાન નાણાં વિભાગના ખર્ચ વિભાગના સચિવ તરીકે કાર્યભાર સંભાળશે.
રાજેશ મંજુને સ્ટેમ્પ વિભાગમાં બદલી કરવામાં આવી.
આરતી કંવરને રાજ્ય કર વિભાગના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
વિનોદ રાવને વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી.
અંજુ શર્માને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી.
હરિત શુક્લાને બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી.
રાજીવ ટોપનોને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી.
રાજેન્દ્ર કુમારને પરિવહન વિભાગના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ડૉ. કુલદીપ આર્યને ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
લોચન શેહરાને શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
રાજકુમાર બેનીવાલને GNFCમાં બદલી કરવામાં આવી.
ધનંજય દ્વિવેદીને ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી.
હર્ષદ પટેલને સામાજિક ન્યાય સશક્તિકરણ વિભાગના સચિવ તરીકે બદલી કરવામાં આવી.
ડૉ. રાહુલ ગુપ્તાને રમતગમત અને સંસ્કૃતિ વિભાગના સચિવ તરીકે બદલી કરવામાં આવી.
મોહમ્મદ શાહિદને આદિજાતિ બાબતો વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી.