બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (09:04 IST)

ગોંડલમાં વહેલી સવારે ધરા ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

કુદરત જાણે ગુજરાત પર રુઠી હોય તેવુ લાગી રહ્યું છે.એક પછી એક કુદરતી આફતો જોવા મળી રહી છે. એક તરફ કમોસમી વરસાદની આફત વચ્ચે ગોંડલમાં ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. ગુજરાતના વિવિધ પ્રાંતોમાં ભૂકંપનો આંચકો આવવા સિલસિલો બની ગયો છે. આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગોંડલ શહેરમાં વહેલી સવારે 6.53 કલાકે ગોંડલનો આંચકો અનુભવાયો હતો. ગોંડલથી 22 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. વહેલી સવારે આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપમાં જાનહાનિના કોઈ સમાચાર હાલ મળ્યા નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને પાલનપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. સવારે 3.46 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરથી 61 કિમી તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
 
નોધનીય છે કે, કચ્છમાં ભૂકંપ અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભૂકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે.