શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 30 જુલાઈ 2020 (19:38 IST)

ગીર અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ફરથી આગમન થયું છે. તો સાથે સાથે ગીર સોમનાથના કેટકલા વિસ્તારોમાં ભૂકંપના આંચકા ઓ પણ અનુભવાયા હતા. એક બાજુ વરસાદ, બીજી તરફ ભૂકંપ અને ત્રીજી બાજુ કોરોના વાયરસનો ફફડાટ હોવાથી લોકોમાં વધારે ભયનો માહોલ સર્જાયો હતો. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે ગુરુવારે 3.44 મિનિટે ગીર સોમનાથની ધરતી ધ્રૂજી હતી.મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ પડી રહ્યો હતો ત્યારે બીજી તરફ ગીર સોમનાથના તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે 3.44 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.સિસ્મોલોજી વિભાગના આંકડા પ્રમાણે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ હતી. જ્યારે તાલાલાથી 9 કિલોમિટર દૂર નોર્થ ઈસ્ટમાં ભૂકંપું કેનદ્ર બિન્દુ હતું. જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની પહોંચી નથી.