રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (12:40 IST)

વડોદરામાં વનવિભાગે એક યુવાન પાસે બે હાથી દાંત પકડ્યાં

એક હાથીદાંતની કિંમત બ્લેકમાર્કેટમાં એટલી વધારે હોય છે કે તેને વેંચીને રાતોરાત કરોડોપતિ બની જવાય છે. અને આ માટે જ હાથીઓની ક્રૂર હત્યા કરી તેમના દાંત કાઢી નાખવામાં આવે છે. વડોદરામાં આ રીતે જ રાતોરાત કરોડપતિ બની જવાના સપનાં સાથે હાથીદાંત વેચતાં એક યુવાનને બાતમીના આધારે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ ઝડપી પાડ્યો હતો.ઘટનાની વિગતમાં વાત કરીએ તો, વન વિભાગના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોને દિલ્હીથી બાતમી મળી હતી કે વડોદરામાં એક શખ્સ હાથીના દાંત વેચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા માટે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. અને એક ડમી ગ્રાહક બનાવીને આરોપી પાસે મોકલ્યો હતો. આરોપી પાસેથી વન વિભાગની ટીમને બે હાથીદાંત મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે હાથીદાંત સાથે વિનાયક રતિલાલ પુરોહિતની ધરપરડ કરી હતી. જ્યારે વિનુ દરબાર નામનો શખ્સ ભાગી ગયો હતો. બે હાથીદાંતમાંથી એક હાથીદાંતનું વજન 2 કિલો છે. જ્યારે બીજા હાથીદાંતનું વજન 2.76 કિલો અને લંબાઈ 110 સેમી છે. વનવિભાગની પૂછપરછમાં વિનાયકે જણાવ્યું કે, આ હાથી દાંત તેના દાદા આફ્રિકાથી 1964માં લાવ્યા હતા. જો કે આ મામલે વન વિભાગે તપાસ શરૂ કરી આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરી છે.