ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (17:55 IST)

અડીખમ અમદાવાદ: આજે અમદાવાદનો 611મો સ્થાપના દિવસ ઉજવાયો, શહેરનું નામ બદલવાની ઝુંબેશ શરૂ

આજે (તા. 26 ફેબ્રુઆરી) અમદાવાદનો જન્મ દિવસ છે. ગુરુ માણેકનાથ ગાદીના 13મા મહંત ચંદનનાથજીએ આરતી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી ગુરૂ માણેકનાથજી સમાધિ સ્થાન પર વિશેષ આરતી ઉતારવામાં આવી હતે. કોરોનાની વચ્ચે એકદમ સાદગી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1411મા એક બાદશાહ એહમદ શાહ અને નાથ બાવાએ માણેક બુર્જ ખાતે પ્રથમ ઈંટ મૂકીને પૂજા કરીને અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદની સ્થાનાના 610 વર્ષથી ગુરુ માણેકનાથના વંશજોએ નાથ સંપ્રદાયની પરંપરા જાળવી રાખી છે. 
 
આ પ્રસંગે ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ઝુંબેશ પણ શરૂ થઈ છે. ભાજપ વર્ષોથી અમદાવાદને કર્ણાવતી નામ આપવાની વાતો કરતું આવ્યું છે. અગાઉ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ અમદાવાદના નામને બદલી કર્ણાવતી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદના તબીબ વસંત પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી આ અંગે રજુઆત કરી છે.
અમદાવાદના યુવાનોનું માનવું છે કે,જો યુપીમાં યુપી સરકાર અલાહાબાદ નું પ્રયાગરાજ કરી શકે તો અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કેમ નહીં જો મોટેરા સ્ટેડિયમનું નામ રાતોરાત બદલી ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થાય તો અમદાવાદનું કર્ણાવતી ક્યારેય આવા જે સવાલો છે તે યુવાનો કરી રહ્યા છે અને અમદાવાદ  કર્ણાવતીના નામથી ઓળખાય તેવી માંગ કરી રહ્યા છે.
 
26 ફેબ્રુઆરી-1411ના દિવસે અહેમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના માટેનો પાયો નંખાવ્યો હતો.એ સમયે બાદશાહ કોટ બનાવડાવતા એ કોટ બીજે દિવસે સવારે તુટી જતો હોવાથી બાદશાહે તપાસ કરાવતા તેમનો ભેટો માણેકનાથ બાવા સાથે થતાં બાદશાહને માણેકનાથ બાવાની આધ્યાત્મિકતાની જાણ થઈ હતી.બાદમાં બાદશાહે એલિસબ્રીજના છેડે જે બૂર્જ બનાવડાવ્યો એ આજે પણ માણેકબૂર્જના નામથી જાણીતો છે.
 
પુરાતત્વીય પુરાવા મુજબ અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે. અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી હતી.