ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (15:26 IST)

મોરબીના યુવાને પુલવામાં શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી 1.10 લાખ કીમી કાપી 58 લાખ રૂપિયાની સહાય હાથો હાથ ચૂકવી હતી આગામી 22 ફેબ્રુઆરીથી કેરળ,કર્ણાટક,તમિલનાડુ ના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે.મોરબી તમામ જગ્યાએ આવેલ મુસીબતોમાં અગ્રેસર હોય છે જેમાં પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં અનેક આર્મીના જવાનો શહીદ થયા હતાઆ હુમલામાં આપણા જવાનોની સાથે સાથે યુવા પત્નિઓ ,બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓઅને આશાઓએ પણ શહીદી વ્હોરી હતી.આ હુમલા બાદ મોરબીમાંથી જાહેર જનતાથી માંડી ,સીરામીક એશો.,કલોક એશો.,કાપડ એશો.સહિતના ઉદ્યોગકારો આર્થિક સહાય માટે આગળ આવ્યા હતા અને એક મેસેજ થી જ કરોડો રૂપિયાનું દાન શહીદોના પરિવારના બેંકોમાં જમા કરાયું હતું તેમજ લોકડાયરો ગોઠવી રૂબરૂ બોલાવી આપવામાં આવ્યા હતા.જેમાં મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરિયાની સેવા કીય પ્રવૃત્તિ ઓ માટે જાણીતા છે જેમાં યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલા બાદ પરિવારો ને મળી તેની વેદનાઓ જાણી હતી.લોરિયાએ જુદા જુદા 38 રાજ્યોમાં ફરી એક લાખ દસ હાજાર કિલોમીટર ની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા 58 લાખની જંગી સહાય ની આર્થિક મદદ કરી હતી.લોરિયાએ ખરા અર્થમાં દેશભક્તિના દર્શન કરાવ્યા હતા એટલું જ નહીં પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી હતી.