ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 5 જુલાઈ 2023 (17:07 IST)

Ahmedabad - અમદાવાદમાં પુત્રીના વિરહ અને પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

Ahmedabad crime news
Ahmedabad crime
પોલીસે પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી
 
 Ahmedabad News - શહેરમાં પતિના ત્રાસ અને દિકરીના વિરહમાં પત્નીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પત્ની નોકરી કરે તે માટે પતિ તેની દિકરીને માતા પાસે હરીયાણા મુકીને આવ્યો હતો. પત્ની જ્યારે ગર્ભવતી હતી, ત્યારે પતિને સોશિયલ મીડિયાનું ભુત વળગ્યુ હતું અને તેણે અલગ-અલગ મહિલાઓ સાથે વાતચીત કરવાનું પણ શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ પત્નીએ તેનો ભાંડો ફોડ્યો હતો. આ કેસમાં પોલીસે હાલ પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
 
શહેરના નારોલ વિસ્તારમાં નોજ જાટે નારોલ રજત હુડ્ડા વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. મનોજની બહેનના લગ્ન વર્ષ 2021માં હરીયાણાના હીસાર ખાતે રહેતા રજત હુડ્ડા સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ તેની બહેન અને રજત બન્ને અમદાવાદ આવી ગયા હતા અને નારોલમાં ભાડેથી મકાન લીધું હતું. રજત અમદાવાદમાં આવતાની સાથે જ હોટલ ડ્રીમ વિલા ખાતે મેનેજરની નોકરી શરૂ કરી દીધી હતી. લગ્નના શરૂઆતી દિવસોમાં રજત તેની પત્નીને સારી રીતે રાખતો હતો. પરંતુ ધીમે-ધીમે તેણે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
 
ઘરકામ બાબતે રજત પત્નીને રોકટોક કરતો હતો. મનોજ જ્યારે પણ પત્નીને મળવા જતો ત્યારે તે રજતની હકીકત કહેતી હતી. રજતની હકીકત સાંભળીને મનોજ તેને આશ્વાસન આપતો હતો કે, લગ્ન જીવનમાં નાની-મોટી માથાકુટ ચાલ્યા કરે. બહેનનું દુઃખ જોઇને મનોજ રજતને સમજાવવા માટે હોટલ પર ગયા હતા.મનોજના સમજાવ્યા બાદ રજત પત્નીનેખુશ રાખતો હતો, પરંતુ જ્યારે તે ગર્ભવતી થઇ ત્યારે તેણે ફરીથી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. રજત સોશિયલ મીડીયામાં અલગ-અલગ મહિલાઓ સાથે ચેંટીગ કરતો હતો અને સંબંધ બાંધતો હતો. પત્નીએ ડિસેમ્બર 2012માં દિકરીને જન્મ આપ્યો હતો. રજતનું ટોર્ચર એટલી હદે વધી ગયું કે તેને સમયસર જમવાનું પણ આપતો નહીં. દિકરીના જન્મ બાદ રજતે પત્નીને નોકરી કરવા માટે દબાણ કરતો હતો.
 
નોકરી કરવાનો ઇન્કાર કરતાની સાથે જ રજત પત્નીને લઇને હરીયાણા પહોંચી ગયો હતો. હરિયાણામાં રજતે તેની માતાને દિકરી આપી દીધી હતી. જેના કારણે પત્ની તૂટી ગઇ હતી. રજત દિકરીને હરિયાણા મુકીને પત્નીને અમદાવાદ લઇને આવી ગયો હતો. જ્યાં તેણે નોકરી કરવા મામલે દબાણ કરતો હતો. પત્નીએ દિકરીને અમદાવાદ લાવી દેવા માટે રજતને આજીજી કરતી હતી. પુત્રીના વિરહમાં અને પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પત્નીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.