રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2023 (14:29 IST)

અમદાવાદમાં સિંધુભવન રોડ પર એક્સેસ-એક્ટિવા પર ઊભા થઈ સ્ટંટ, એક્સેસચાલકની ધરપકડ

વડોદરામાં ગઈકાલે જ રાતે રેસ લગાવતાં બાઈકર્સે એક વૃદ્ધાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે અને બાઈકરનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે અમદાવાદના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુભવન રોડ પર એક્સેસ અને એક્ટિવા પર સવાર નબીરાઓએ સ્ટંટબાજી કરી હતી. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ટ્રાફિક DCP સફિન હસને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા ઍક્સેસ પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

યુવક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને વાહન જમા કરવામાં આવ્યું છે. યુવકનું નામ સાહિલ દાંતણીયા હોવાનું તથા યુવક વેજલપુરમાં રહતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત યુવક સાથે અન્ય પણ યુવક એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી છે. અન્ય યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવશે.સિંધુભવન રોડ જાણે નબીરાઓ માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સિંધુભવન રોડ પર અવારનવાર જોખમી વાહન ચલાવવા તથા સ્ટંટ કરતા વાહન ચાલકોના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે સિંધુભવન રોડ પરનો વધુ બે વીડિયો સામે આવ્યો છે. ચાલુ વાહને સીટ પર ચઢી યુવક વાહન ચલાવી પોતાની તથા અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકીને વાહન ચલાવી રહ્યાના 2 અલગ અલગ વીડિયો સામે આવ્યા છે.વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. શહેરના સિંધુભવન રોડ પર ફરી એક વખત જોખમી સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયા છે.એક્ટિવા અને ઍક્સેસ ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને વાહન પર ચઢી જાય છે અને ત્યારબાદ ખુલ્લા હાથે વાહનચલાવી જોખમી સ્ટંટ કરી રહ્યા છે. બંને નબીરાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. બંને યુવક પોતાની તથા રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.