બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (11:48 IST)

ગુજરાતમાં પદ્માવત ફિલ્મ દર્શાવવા માટે રિટ થઈ

વિવાદના વંટોળમાં ઘેરાયેલી સંજય ભણસાલી નિર્મિત પદ્મવત ફિલ્મને ગુજરાતમાં દર્શાવવા માટે જરૃરી સુરક્ષા પૂરી પાડવા અને સત્તાવાળાઓને નિર્દેશો આપવા ફિલ્મ રિલીઝના હક ધરાવતી કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી છે અને તેની તાત્કાલિક સુનાવણી હાથ ધરાય તે માટે કોર્ટને વિનંતી કરી છે. આ રિટની આવતીકાલે સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે. પદ્દમાવતી રાણીના જીવન પર આધારિત ફિલ્મ પદ્દમાવતને ગુજરાતમાં દર્શાવવામાં આવી નથી. સુપ્રીમકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. રાજપૂત સમાજ અને કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે અને આ વિરોધના પગલે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અમદાવાદ શહેરમાં પાંચ જેટલા મલ્ટીપ્લેક્સ ભારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની છે. આ ફિલ્મના રિલીઝના હક ધરાવતી વાયકોમ કંપનીએ હાઇકોર્ટમાં રિટ કરી છ અને ફિલ્મ દર્શાવી શકાય તે માટે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો અને થિયેટર માલિકોને જરૃરી રક્ષણ પૂરૃં પાડવામાં આવે તે માટે નિર્દેશો આપવા દાદ માગી છે. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને ધંધા રોજગાર વેપારના મૂળભૂત અધિકાર અન્વયે આ રિટ કરવામાં આવી છે અને તેની તાત્કાલિક સુનાવણી હાથ ધરવા પણ વિનંતી કરવામાં આવી છે.