રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (12:19 IST)

ખંભાતમાં 5 વર્ષ માટે અશાંતિધારો લાગૂ, માજી ધારાસભ્ય સહિત 10 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

દિલ્હીની જેમ ખંભાતની હિંસાએ પણ દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. 23 ફેબ્રુઆરીએ ખંભાતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સામ-સામે પથ્થરમારો અને વાહનો-મકાનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી. હવે ફરીથી આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે શહેરમાં કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ખંભાતના 80થી વધુ વિસ્તારમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરી દીધો છે. આ ઉપરાંત ખંભાતમાં શહેરી વિસ્તારમાં કોઇ પણ પ્રકારની મિલકતની લે-વેચ હવે કલેક્ટરની મંજૂરી વગર થઈ શકશે નહી.
 
26 ફેબ્રુઆરી 2020થી 25 ફેબ્રુઆરી 2025 સુધી અશાંત ધારો લાગુ
અગાઉ પણ ખંભાતમાં હિંસાની નાની મોટી ઘટનાઓ સામે બની હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત સરકાર સમક્ષ થઇ રહી હતી. આ રજુઆતોને ધ્યાનમાં રાખીને અને હિંસાને અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ અશાંત ધારો 26 ફેબુ્રઆરી 2020થી લાગુ કરી દેવામાં આવ્યો છે જે આગામી 25 ફેબુ્રઆરી 2015 એટલે કે પાંચ વર્ષ સુધી રહેશે. અશાંત ધારો લાગુ હોય તે વિસ્તારમાં કોઇ પણ સ્થાવર સંપત્તિને ટ્રાન્સફર કરતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી પડશે.
 
ખંભાતમાં થયેલા કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકો સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે. જેમની સામે એફઆઈઆર નોંધાઈ છે તેમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો છે.
 
ખંભાતમાં રવિવારે બે કોમ વચ્ચે ફાટી નીકળેલા તોફાનો બાદ મંગળવારે ખંભાત શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન દરમિયાન ગવારા ટાવર પાસે છ હજાર જેટલાં પુરુષ તથા મહિલાઓ એકઠાં થયાં હતાં. પોલીસે કોઈ પણ સભા સરઘસ કરવા માટે પરવાનગી ન આપી હોવા છતાં ટોળાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. આ ટોળાની સભા કરીને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ મૂકીને પોલીસે ભાજપના માજી ધારાસભ્ય, કાઉન્સિલર સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
 
ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનોએ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.