1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (11:54 IST)

રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ લૂની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરતમાં ત્રણ દિવસનું યલો એલર્ટ

તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે અમદાવાદ સહિત રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. આ દરમિયાન ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે. દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા સૂકા ગરમ પવનોને કારણે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.
 
અમદાવાદ સહિત રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. આ ચાર દિવસમાં ઉનાળાનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને કોર્પોરેશને આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. અમદાવાદમાં 2 એપ્રિલથી 4 એપ્રિલ સુધી હીટ વેવની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
 
પોરબંદર અને કચ્છમાં 1લી એપ્રિલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 2 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 3 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્ર-શનિવારે તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે, આવી સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને બપોરે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
 
બુધવારે રાજ્યના વિવિધ શહેરોમાં ભુજમાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં ઉનાળાનું તાપમાન 41.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો 41.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદમાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. પાટનગર ગાંધીનગર અને વડોદરામાં પારો 40.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. ડીસા અને વલ્લભવિદ્યાનગરમાં પારો 39 ડિગ્રીએ પહોંચ્યો હતો. કેશોદમાં તાપમાન 38.4 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 38 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. હવામાન વિભાગે ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે