ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (09:05 IST)

જહાંગીરપુરામાં પેટ્રોકેમિકલ મંત્રી સાથે જ છેતરપિંડે, ડીઝલની ચોરી કરી, પેટ્રોલપંપ સીલ

જહાંગીરપુરાના એક પેટ્રોલ પંપને રાજ્યના પેટ્રોકેમિકલ્સ મંત્રી સાથે છેતરપિંડી કરવી મોંઘી પડી. પેટ્રોલ પંપ પર મંત્રીને ડીઝલ ઓછું આપવામાં આવ્યું. આ પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યો છે. શહેરના પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલ ભરતી વખતે ચોરી થતી હોવાથી લોકો પરેશાન હતા. 
 
આ પ્રકારે ઘણી ફરિયાદ મળ્યા બાદ પેટ્રો કેમિકલ મંત્રી મુકેશ પટેલ રવિવારે જહાંગીરપુરા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ગયા હતા. ત્યાં તેમણે 4350 રૂપિયાનું ડીઝલ ભરાવવા માટે કહ્યું. પંપકર્મીએ ડીઝલ ઓછું ભર્યું. મંત્રીને ઓછું ડીઝલ આપતાં પેટ્રોલ પંપને સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે. 
 
જહાંગીરપુરા ક્ષેત્રમાં નયારા કંપનીએ પેટ્રોલ પંપ શરૂ કર્યો છે. આ પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ-ડીઝલ આપવામાં આવતું હોવાને ફરિયાદ મળી રહી હતી. મંત્રી મુકેશ પટેલએ પોતે તપાસ કરવાનો નિર્ણય લીધો. રવિવારે તે પોતાની કારમાં ડીઝલ ભરાવવા માટે ત્યાં ગયા હતા. આ પંપ વિરૂદ્ધ ફરિયાદ મળી રહી હતી. 
 
મંત્રીએ 4350 રૂપિયાનું ડીઝલ ભરાવવા માટે કહ્યું. મંત્રીએ કહ્યું કે પેટ્રોલ પર ડિસ્પ્લેની વ્યવસ્થા નથી. ઓછું ડીઝલ ભરવામાં આવ્યું. મંત્રીએ તાત્કાલિક પેટ્રોલ પંપના માલિકને બોલાવ્યા અને રજિસ્ટર માંગ્યું. ચાર દિવસથી રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું ન હતું. મંત્રીએ કલેક્ટરને કહ્યું તો કલેક્ટરે માપ તોલ વિભાગને આદેશ આપીને પેટ્રોલ પંપ સીલ કરાવી દીધો.