બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (18:48 IST)

Gandhinagar News - CRPF કેમ્પમાં જવાને ગોળી મારી કર્યો આપઘાત ગોળી મારી

suicide
Gandhinagar News ગાંધીનગરના સીઆરપીએફ કેમ્પમાં 59 વર્ષીય સબ ઈન્સ્પેકટરે પોતાની Ak47 સર્વિસ ગનથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતા. જેથી કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધી નોંધી પરિવારજનો સહિત કેમ્પનાં કર્મચારીઓની પૂછતાંછ હાથ ધરી છે.

ગાંધીનગરના સીઆરપીએફ કેમ્પમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ મોહનભાઈ રાઠોડે આજે QAT બેરેકમાં સૂતા સૂતા જ AK - 47 ગનથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સીઆરપીએફ કેમ્પમાં 59 વર્ષીય કિશન રાઠોડ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. સબ ઇન્સ્પેકટરની રેન્ક ધરાવતાં કિશનભાઈએ AK - 47 થી આપઘાત કરી લીધાની જાણ થતાં જ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મૂળ દશકોઈના બીલાસીયાં ગામના વતની કિશનભાઈનો પરિવાર અમદાવાદ રખીયાલ સૂર ધારા સોસાયટી ખાતે રહે છે. એક વર્ષ પછી કિશનભાઈ રિટાયર્ડ થવાના હતા અને બે દિવસ અગાઉ જ પરિવારને મળવા માટે ઘરે ગયા હતા. આજે તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા. એ વખતે બેરેક QAT માં લોખંડનાં પલંગ ઉપર તેઓ સૂઇ ગયા હતા.બાદમાં પોતાની AK - 47 ગનથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. અચાનક ફાયરીંગનો અવાજ આવતા અન્ય જવાનો દોડી આવ્યાં હતા અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી કિશનભાઈનાં પગનું હાડકું વધી રહ્યું હતું. જે બીમારીના કારણે કિશનભાઈ પીડિતા હતા. પરિવારની પૂછતાંછ કરતાં હાલમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ સાથી કર્મચારીઓની પણ પૂછતાંછ કરવામાં આવી રહી છે.