શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (15:00 IST)

કેન્દ્રની નવી ગાઇડ મુજબ 200 લોકો એકઠા થઇ શકશે, નવરાત્રિ આયોજનની આશા જાગી

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિનું આયોજન થશે કે નહી તેને લઇને લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ અંગે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર હજુ અસમંજસમાં છે. નવરાત્રિને લઇને પહેલાં કહેવામાં આવ્યું હતું કે મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ 200 લોકો સાથે ગરબા યોજાઈ શકે છે.
 
એક અઠવાડિયા પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી. ગ્રામ્ય કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી …
આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, ઉમેદવારોના નામ પર લાગશે મોહર
 
કોરોના કાળ વચ્ચે રાજ્યમાં પેટાચૂંટણીને લઇને ભાજપમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ, સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે ચર્ચા કરવામાં આવશે. નામોની સૂચી બનાવીને દિલ્હી મોકલવામાં આવશે.  અને પેટાચૂંટણીની કામગીરી અને રણનીતિ મુદ્દે ચર્ચા કરાશે. 
 
ગુજરાતમાં ધારી , લિંબડી , અબડાસા , ડાંગ , કપરાડા , કરજણ અને મોરબી બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની હોવાથી ફરી એકવાર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમાં નિરીક્ષકો-પ્રભારી મંત્રીના રિપોર્ટ આધારે ઉમેદવારના નામોને લઇને ચર્ચા કરવામાં આવશે. 
 
મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠ પર જે.વી.કાકડિય…
JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ફરી ગુજ્જુ વિદ્યાર્થી દેશમાં ડંકો વગાડ્યો
 
આઇઆઇટી દિલ્હી દ્વારા JEE એડવાન્સ-2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ  result.jeeadv.ac.in. પર જોઇ શકો છો.  દેશભરમાંથી અંદાજે 1.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિક્ષામાં 1.11 લાખ વિદ્યાર્થીઓ પૈકી 36,497 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા જ્યારે 35,121 વિદ્યાર્થીનીઓ પૈકી 6,706 વિદ્યાર્થીનીઓ ક્વોલિફાય થઈ છે.
 
શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પરીક્ષાના સફળતાપૂર્વક આયોજન અને સમયસર પરિણામ જાહેર કરવા બદલ સંસ્થાનો આભાર વ્ય્ક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને પોતાની અપેક્ષા અનુરૂપ રેંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી હતી અને તેમને આગ્રહ કર્યો હતો કે તે ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત માટે કામ કરે. 
 
આઇઆઇટી બોમ્બે ઝોનના ચિરાગ ફ્લોર ,એડવાસ્ડ જેઇઇ પરીક્ષા 2020માં સામાન્…
photo
ભૂલ છે હેડિંગમા
નવું હેડિંગ: JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ફરી ગુજ્જુ વિદ્યાર્થીઓએ દેશમાં ડંકો વગાડ્યો
Aaje hospital javanu chhe to bapor pachhi news Mokalu
Ok
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિનું નવું સોપાન, ભારત નેટ ફેઇસ-ર માં ગુજરાત દેશમાં અગ્રેસર
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
 
મુખ્યમંત્રીએ હવે ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઇ ન જાય સાચો રહિ ન જાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ ર૦ જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી ૮ ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮ હજાર ગ્રામ પંચાયતોને આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે.
 
વિજય રૂપાણીએ રાજ્યશાસનનું દાયિત્વ સંભાળ્યુ  ત્યારથી જ તેઓ કોમનમેન –સામાન્ય માનવી તરીકે નાગરિકો, લોકો-પ્રજાજનોને સરકારની સેવાઓ સરળતાએ સહજતાએ અને કોઇ જ વિલંબ વિના મળી રહે તે માટે સંકલ્પબદ્ધ રહેલા છે. મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી અભિગમ અને સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને સુશાસનના ચાર સ્થંભ પારદર્શીતા, નિર્ણાયકતા સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના આધાર ઉપર લોકોને યોજનાકિય લાભો આપવા અને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સુચારૂ નિવારણ લાવવા ર૦૧૬માં ઐતિહાસિક નિર્ણય કરીને ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો. 
 
મુખ્યમંત્રીએ આ સેવા સેતુ કાર્યક્રમમાં ૮ થી ૧૦ ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહિ, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવેલો.
 
રાજ્યભરમાં આવા ૧ર૮૦૦થી વધુ સેવાસેતુના તબકકાઓ યોજીને ર કરોડ લોકો-નાગરિકોને ઘર આંગણે સેવાઓ મુખ્યમંત્રીના દિશાદર્શનમાં પૂરી પાડવામાં આવેલી છે. આ વન ડે ગર્વનન્સનો ગુજરાત પ્રયોગ સમગ્ર દેશમાં જનહિત સેવા પ્રકલ્પમાં ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ બની રહ્યો છે. મુખ્યમંત્રીએ હવે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતને અગ્રીમ-લીડ લેવા સજ્જ કર્યુ છે. 
 
તેમણે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિઝીટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-ર માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. 
 
અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. એટલું જ નહિ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિઝીટલ સેવાસેતુમાં અપનાવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે.
 
મુખ્યમંત્રીએ આ ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. તદઅનુસાર, Oaths Act 1969ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.
 
વિજય રૂપાણીએ ગામડાનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા કયાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન – E Sign દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજી લોકરમાં ઉપલબ્ધ થઇ જશે. ભવિષ્યમાં આ સમગ્ર સેવાઓને અન્ય વિભાગો સાથે ઇન્ટીગ્રેટ કરીને ડીજી લોકરને વધુ સક્ષમ પ્લેટફોર્મ આ ડિઝીટલ સેવા સેતુ અન્વયે બનાવી શકાશે. 
 
 
આવનારા દિવસોમાં ડિઝીટલ ટેકનોલોજીને એક સક્ષમ પ્લેટફોર્મ બનાવીને ડિઝીટલ સેવા સેતુમાં રાજ્યના તમામ ગામોને તથા બહુધા સેવાઓને આવરી લેવાશે. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી ૧૦૦ ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટેકનોલોજી આધારિત આ જનહિતકારી પ્રકલ્પ ડિઝીટલ સેવા સેતુથી રાજ્યના ૧૮ હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે.આ ડિઝીટલ સેવાસેતુ ગુડ ગર્વનન્સ-સુશાસનની દિશામાં ગુજરાતની એક નવતર પહેલ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થશે અને ગુજરાત ફરી એકવાર મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ક્રાંતિ દ્વારા દેશનું પથદર્શક બનશે.