શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (12:12 IST)

હજીરા- ઘોઘા ફેરી સર્વિસનું પીલ્લુ વળી જાય તેવી શક્યતાઓ

દક્ષિણ ગુજરાતમાં સુરતના હજીરાથી ઘોઘા સુધી પેસેન્જર ફેરીનું પીલ્લુ વળી જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડે થોડા સમય પહેલા આ ફેરીના બીડ જાહેર કર્યા હતા. પરંતુ પેસેન્જર નહીં મળવાના ડરથી કોઈ શીપ કંપનીએ બીડ ભર્યા ન હોવાનું અધિકારી સૂત્રોથી જાણવા મળી છે.વધુમાં કહ્યું કે, શીપ કંપની બીડ ભરવા માટે રસ લે તે માટે સરકાર સાથે બેઠક કરીને બીડની કેટલીક શરતોમાં ફેરફાર કરાશે. શીપ કંપનીને ખોટ નહીં ભોગવવી પડે, તેવી શરતો અને વ્યવસ્થા ઊભી કરાશે. અહીં એવી વાત છે કે, ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે શીપ કંપનીને બેંક ગેરન્ટી પણ આપે. બેંક ગેરન્ટી એટલે કે, પેસેન્જર ફેરીની જે પણ સીટ નહીં ભરાશે, તે સીટને સરકાર ખરીદી લેશે. આમ બેંક ગેરેન્ટીને કારણે શીપ કંપનીને ખોટ નહીં પડે. અગાઉ કેન્દ્રિય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હજીરાથી ઘોઘા અને પીપાવાવથી દીવ જવા માટે રો-રો ફેરી સર્વિસની શરુઆત થઈ જશે તેમ કહ્યું હતું.