બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2017 (14:25 IST)

વધતા મુસાફરોથી સિંહો કંટાળ્યા ગીરમાં પર્યટકોને સિંહ જોવા ના મળ્યાં

વેકેશનના સમયગાળામાં લગભગ 31,584 લોકોએ સાસણગીરની મુલાકાત લીધી, પરંતુ તેમાંથી 60 ટકા પર્યટકોએ સિંહ જોયા વિના જ પાછુ ફરવુ પડ્યું હતુ.   નિષ્ણાંતોનું કહેવું છે કે સિંહોને આરામ કરવા માટે થોડી શાંતિ અને પ્રાઈવસીની જરુર છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, 20થી 27 ઓક્ટોબર સુધી સાસણમાં 31,584, દેવલિયામાં 43,829 અને અમ્બ્રાડીમાં 9693 પર્યટકોએ મુલાકાત લીધી હતી. 

નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના મેમ્બર એચ.એસ.સિંહ જણાવે છે કે, સિંહ છુપાઈ જતા હોવાના અનેક કારણો છે. વેકેશન દરમિયાન જંગલમાં વાહનોની સંખ્યા વધી જવાને કારણે તે ડિસ્ટર્બ પણ થાય છે. માટે તે ટૂરિઝમ ઝોનથી દૂર જતા રહે છે. આ સિવાય અત્યારે જંગલમાં હરિયાળી વધારે હોવાને કારણે સિંહ સહેલાથી કોઈ ઝાડીમાં છુપાઈ શકે છે. આનાથી પર્યટકોને તેમને શોધવામાં મુશ્કેલી થઈ શકે છે.એચ.એસ.સિંહ આગળ જણાવે છે કે, જંગલ ખાતા દ્વારા સફારીની જીપને મોનિટર કરવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે વાહનો તેમને ફાળવવામાં આવેલા રસ્તાઓ પર જ ચાલે.