1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gir Safari to become costlier

ગીર સફારી થશે મોંઘી: 11 વર્ષ બાદ સિંહ દર્શનની પરમિટ ફીમાં તોતિંગ વધારાની તૈયારી

Gir Safari to become costlier
Gir Safari to become costlier
ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન કરવા માટે જતા પ્રવાસીઓ માટે આગામી સમયમાં સફારી મોંઘી બની શકે છે. વન વિભાગ દ્વારા લાંબા સમય બાદ સફારી પરમિટ ચાર્જમાં તોતિંગ વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જો આ નવું ફી માળખું લાગુ થશે, તો સિંહ દર્શન માટે આવતા ભારતીય તેમજ વિદેશી પ્રવાસીઓના બજેટ પર તેની સીધી અસર જોવા મળશે.  

6 સીટર સફારીની ફીમાં બમણાથી વધુ વધારો  

 
હાલમાં ૬ સીટર સફારી માટે પ્રવાસીઓએ રૂ. 800  પરમિટ ફી પેટે ચૂકવવા પડે છે. વન વિભાગની નવી યોજના મુજબ આ ફી વધીને રૂ. 1,800 સુધી થઈ શકે છે. આમ, સામાન્ય પરમિટ ફીમાં બમણાથી પણ વધુ વધારો થવાની શક્યતા છે, જેના કારણે ગીર જંગલ ટ્રેલની સફારી અગાઉની સરખામણીએ વધુ ખર્ચાળ બનશે.  

વિદેશી પ્રવાસીઓ માટે પણ સિંહ દર્શન મોંઘા બનશે  

માત્ર સ્થાનિક કે ભારતીય પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ ફી વધારાની તૈયારી ચાલી રહી છે. હાલ વિદેશી પ્રવાસીઓ માટે પરમિટ ફી ૮૦ ડોલર (આશરે રૂ. 7,600 ) છે, જેને વધારીને 125 ડોલર (આશરે રૂ. 11,800 કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.  
 

8  સીટર સફારી તેમજ તત્કાલ-પ્રીમિયમ પરમિટની નવી યોજના  

વધુ પ્રવાસીઓ એકસાથે સફારી કરી શકે તે માટે વન વિભાગ 8 સીટર સફારી વાહનો શરૂ કરવાની યોજના પણ બનાવી રહ્યું છે. આ સિવાય, ઈમરજન્સી કે તાત્કાલિક પ્લાનિંગ કરતા પ્રવાસીઓ માટે તત્કાલ અને પ્રીમિયમ પરમિટ લાવવાની પણ તૈયારી છે, જેની ફી રૂ. 20,000 કે તેથી વધુ હોઈ શકે છે.  
 
 

11 વર્ષ બાદ ફીમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ  

 
છેલ્લા 11 વર્ષથી ગીર નેશનલ પાર્કની સફારી પરમિટ ફીમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્ષોથી જંગલના સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસીઓની સુવિધાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વન વિભાગે અન્ય રાજ્યોના સફારી ચાર્જનો અભ્યાસ કરીને આ દરખાસ્ત આખરી તબક્કામાં પહોંચાડી છે.  

નવા ફી માળખા અંગે પ્રવાસીઓમાં ભારે ચર્ચા  

 
સિંહ દર્શન માટે મહિનાઓ અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવતા પ્રવાસીઓમાં આ ફી વધારાના સમાચારથી ચર્ચા જાગી છે. હવે સૌની નજર વન વિભાગના આખરી નિર્ણય પર ટકેલી છે કે નવી વધારેલી ફી ક્યારથી અમલમાં મૂકવામાં આવે છે અને સામાન્ય તથા તત્કાલ પરમિટના અંતિમ દરો કેવા રહે છે.  
 
આગળનો લેખ
નેપાળમાં પૂરગ્રસ્ત બેંકમાંથી 50 કરોડ રૂપિયાનું સોનું અને 1.5 કરોડ રૂપિયાની રોકડ મળી; બચાવ કામગીરી ચાલુ