ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (19:08 IST)

ભાજપના ગ્લેમરસ ચહેરા:ભક્તિ કુબાવત, મમતા સોની સહિતનાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકારો ભાજપમાં જોડાયાં, પાટીલે તમામને કેસરીયો ખેસ પહેરાવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર આગેવાન બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતએ પણ આજે કમલમ્ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.
અભિનેત્રી મમતા સોની
અભિનેત્રી જ્યોતિબેન શર્મા
અભિનેત્રી ફાલ્ગુની રાવલ
નાટ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા પ્રશાંત બારોટ
અભિનેત્રી કામિની પટેલ
જાણીતા દિગ્દર્શક સની કુમાર
કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જાગૃતિ શાહ