ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (17:35 IST)

બે વર્ષમાં ગ્રીનકવર 4.66 ટકાથી વધીને 10.13 ટકા થયું, 15 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક

શહેરમાં ગ્રીનકવર વધારવા ધરાયેલા પ્રયાસોથી 2021-22માં 13.40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તેમાં પણ શહેરમાં અત્યારે 14 લાખથી વધારે વૃક્ષો હયાત છે. છેલ્લા 2 વર્ષમાં શહેરનું ગ્રીનકવર 4.66 ટકાથી વધીને 10.13 ટકા પર પહોંચ્યું છે. 2012માં જ્યાં શહેરમાં હાથ ધરાયેલા ટ્રી સેન્સસ પ્રમાણે શહેરના ભૌગોલિક વિસ્તારના માંડ 4.66 ટકા જેટલું ગ્રીન કવર હતું. તેને ધ્યાને લઇ મ્યુનિ.એ મિશન મિલિયન ટ્રી હેઠળ આ ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષારોપણ બાદ સરેરાશ 65 ટકા જેટલા વૃક્ષ જીવંત રહે છે. તેને કારણે શહેરમાં 6 ટકા જેટલું ગ્રીનકવર વધ્યું છે.

શહેરમાં અત્યારે 283 બગીચાઓ છે. જેમાં ગયા વર્ષે 14 નવા બગીચા બનાવ્યા હતા. ચાલુ વર્ષે 17 નવા બગીચા બનશે. શહેરમાં 42 જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે, જેમાં ચાલુ વર્ષે બીજા 10 નવા અર્બન ફોરેસ્ટ બનાવાશે. મિયાવાકી પદ્ધતિથી 10 પ્લોટમાં વૃક્ષારોપણ થશે. ગોતા વોર્ડમાં સ્મૃતિવન બનાવાશે, જ્યાં વડ, પીપળો, લીમડો, સહિતના વૃક્ષો વવાશે. જેમા 40 હજાર જેટલાં વૃક્ષો ઉગાડાશે. તેમજ વોક-વે, કસરતના સાધનો, વનકુટિર જેવા આકર્ષણ ઊભાં કરાશે.