શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (21:27 IST)

સુરતમાં હવે લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં આટલાથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ

વૈશ્વિક મહામારીના કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ રાજય સરકારના દિશા-નિર્દેશો અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા  શહેર પોલીસ કમિશ્રેટ વિસ્તારમાં તા.૧૪/૪/૨૦૨૧ થી ૩૦/૪/૨૦૨૧ સુધી જરૂરી પ્રતિબંધાત્મક હુકમો કર્યા છે.
 
જાહેરનામા અનુસાર લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. કરફયુંના સમય દરમિયાન શહેરી વિસ્તારમાં લગ્ન/સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો કરી શકશે નહી. મૃત્યૃની અંતિમવિધિ/ઉત્તરક્રિયામાં ૫૦થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. 
 
જાહેરમાં રાજયકીય/સામાજિક/ધાર્મિક કાર્યક્રમો/સત્કાર સમારંભો, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એપ્રિલ માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહી. તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહી. 
 
તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો પર મર્યાદિત સંખ્યામાં પુજાવિધિ કરવાની રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.