મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 4 જૂન 2019 (12:10 IST)

ગુજરાતમાં ભાજપના ચાર ધારાસભ્યો છઠ્ઠી જૂને આપશે રાજીનામાં

લોકસભાની ચૂંટણીમાં સાસંદ તરીકે ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો 6ઠ્ઠી જૂનનાં રોજ ધારાસભ્યપદથી રાજીનામું આપી દેશે. ચાર બેઠકો ખાલી પડતા તેની પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન પરબત પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ ડાભી અને હસમુખ પટેલ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. ચાર ધારાસભ્યોનાં રાજીનામાંથી વિધાનસભામાં ભાજપનાં સભ્ય સંખ્યામાં ઘટાડો થશે. અત્ર ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે ભાજપનાં વિધાનસભામાં સંખ્યાબળમાં ઘટાડો થતા ભાજપા દ્વારા કૉંગ્રેસનાં ધારાસભ્યોને પોતાનામાં સામેલ કરવાની અટકળોએ પણ જોર પકડ્યું છે.