શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 27 મે 2022 (13:25 IST)

ગુજરાત: 8 વર્ષથી ઝાડ સાથે બંધાયેલો છે વ્યક્તિ

nitin patel
દયાનો સાગર.  દુ:ખી જનનો આધાર.  કોઈ સાદ પાડે અને દોડી આવી. એવો માણસ એટલે કે, ખજુભાઈ. જેને લોકો જીગલી-ખજૂર તરીકે   અને નીતિન જાની તરીકે પણ ઓળખે છે.  ખજુરભાઈ હાલ  એટલા માટે ચર્ચામાં આવ્યા છે.  કારણ કે તેમણે  એક 22 વર્ષના યુવાનની મદદ કરી. જે છેલ્લા 8 વર્ષથી ઝાડ સાથે સાંકળ વડે બંધાયેલો હતો.  આ યુવાનનું  નામ મહેશ અણીયારીયા છે.  અને છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડની નીચે કપડા વગર જીવી રહ્યો છે.  અને ત્યાંથી ક્યાંઈ જઈ પણ નથી શક્તો.  કારણ કે, તેને બાંધીને રાખવામાં આવ્યો છે.  પરંતુ જ્યારે આ વાતની જાણ નીતિન જાનીને થઈ તો આ  કોમેડી સ્ટાર અને ગરીબોના આધાર એવા ખજૂરભાઈ આ યુવાનની મદદ દોડી ગયા. 

શુ છે આ યુવાનની સ્ટોરી 
આ દુખી પરિવારની કહાની બોટાદ જિલ્લાના સરવા ગામની છે. જ્યાં પ્રાગજીભાઈ અણીયારનો પરિવાર મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.  પ્રાગજીભાઈનો પુત્ર મહેશ પહેલા હોટેલમાં કામ કરતો હતો.  અને સાજો-સરખો હતો.  પરંતુ હોટેલમાં કોઈ ઝઘડાના કારણે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.  આ પરિવારની એટલી ત્રેવડ નથી કે, તેઓ તેની સારવાર કરાવી શકે.  અને છેલ્લા 6 વર્ષથી મહેશને બાવળના સુકાયેલા ઝાળ સાથે લોખંડની સાંકળથી બાંધીને રાખ્યો છે.  કારણ કે, તેને ખુલ્લો મુકવા પર તે લોકો પર હુમલો કરે છે.  અને નગ્ન થઈને ફરે છે.  તેવામાં તેમનો પરિવાર તેને બાંધીને રાખવા મજબૂર બન્યો છે. 
 
ખજૂરભાઈ આ ગામમાં પહોંચ્યા એટલે તેમણે પરિવારની સ્થિતિ અને સમસ્યા જાણી.  આજદીન સુધી આ પરિવારની કોઈ મદદે નથી આવ્યું.  પરંતુ ખજૂરભાઈએ આ પરિવારની જરૂરીયાત એટલે કે, ઘર, પાણી અને વીજળીની સુવિધા 2 જ દિવસમાં ઊભી કરી આપવાનું વચન આપ્યું.  અને હાલમાં તેની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.  ત્યારે આ મુદ્દે ખજૂરભાઈ શું કહે છે જરા સાંભળો.