મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (12:45 IST)

IBનું એલર્ટઃ અફઘાની પાસપોર્ટથી ચાર શખ્સો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ

સમગ્ર દેશમાં ઑગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જીલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે. 

તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે. તાજેતરમાં કાશ્મીરમાંથી 370 હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેસ્ક મેસેજ મોકલવામાં આવ્યો છે. 

જેમાં જણાવાયું છે કે ઑગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જ્યાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારૂ અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલ છે.અફઘાનીસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે. 
આ શખ્સ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે. આ બાબતે 15 જુલાઇ 2019થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે 18મી ઓગષ્ટ 2019 સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે. તો બીજીતરફ પોલીસે પણ પાસપોર્ટને લગતી તમામ તપાસ શરૂ કરી રિપોર્ટ તેમના અધિકારીઓને સોંપ્યો છે