શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (12:28 IST)

જયંતી ભાનુશાળી અને છબીલ પટેલના નામ કચ્છના સેક્સ રેકેટમાં પણ ઉછળ્યા હતા

કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ તથા કચ્છમાં ભાજપના મોટા નેતા ગણાતા તને ખૂબ જ વિવાદાસ્પદ રહેલા જયંતી ભાનુશાળીની ઘાતકી હત્યા ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાનો ગંભીર આક્ષેપ ભાનુશાળી પરિવારે કર્યો છે.
જયંતીભાઈના ભાઈ શંભુભાઈ તથા જયંતીભાઈના મધુબેને સીધો આક્ષેપ કર્યો છે કે છબીલ પટેલે આ હત્યા કરાવી છે. હત્યાનું કાવતરૂ પટેલે કર્યું હતું. જયંતીભાઈની હત્યાના દિવસે છબીલ પટેલ અમેરિકા ભાગી ગયો હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે.
પોલીસ દ્વારા આ તમામ આક્ષેપોની તપાસ શરૂ કરાઇ છે. બીજી બાજુ જાણવા મળે છે કે ભાજપના આ બંને નેતાઓ છેલ્લા બે વર્ષથી ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા છે. કચ્છના નલીયા કાંડને પગલે સેક્સ રેકેટ બહાર આવ્યું હતું. જેમાં ભાનુશાળી અને છબીલ પટેલની અનેક આક્ષેપો થયા હતા ત્યારબાદ ભાનુશાળીના ભત્રીજાએ મનીષા નામની યુવતી સામે ફરિયાદ કરી હતી વિધાનસભાની ચૂંટણીમાં છબીલ પટેલને હરાવવા માટે ભાનુશાળી એ મહેનત કરી હતી.
એવું માનતા છબીલ પટેલે જાહેરમાં અનેક વખત કહ્યું હતું કે હું જયંતિભાઈનું રાજકારણ પૂરું કરી દઈશ. ચૂંટણી પહેલા તેમનું એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેમણે હાથથી બંધુકનું નિશાન બતાવી દુશ્મનોને પતાવી દેવાની વાત કરી હતી. અગાઉ તાજેતરમાં નડિયાદની એક યુવતીએ મુંબઈ પોલીસમાં છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જેને પગલે એક તબક્કે છબીલ પટેલને ભાગી જવું પડ્યું હતું ત્યારબાદ જામીન મેળવીને પોલીસમાં હાજર થયો હતો.
છબીલ પટેલને એવી શંકા હતી કે ભાનુશાળીના કહેવાથી નડિયાદની યુવતીએ તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી છે. આમ આ બંને નેતાઓ વચ્ચે અંગત વેરઝેર હતું. તે બાબતની પણ સમગ્ર ગુજરાતને ખબર છે.