ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 28 માર્ચ 2022 (09:49 IST)

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ, પહેલા દિવસે કયા વિષયની પરીક્ષા, જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) બોર્ડની પરીક્ષાઓ (વર્ગ 10, 12 બોર્ડની પરીક્ષાઓ) આજથી 28 માર્ચ, 2022થી શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે 10મા અને 12મા ધોરણની બંને પરીક્ષાઓ (GSEB 10, 12 પરીક્ષા 2022) લેવામાં આવશે. આજે ધોરણ 10માં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી, તામિલ, તેલગુ ભાષાનું પેપર સવારે 10 થી બપોરે 1.15 દરમિયાન પરીક્ષા યોજાશે. 
 
રાજ્યભરમાંથી અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી ધોરણ 10 ના 9,64,529 વિદ્યાર્થીઓ અને  ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . 
 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા, બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે 10.30 થી 1.45 સુધી સહકાર પંચાયત, જ્યારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીમાં નામાંના મૂળ તત્વોની પરીક્ષા યોજાશે. સમગ્ર રાજ્યના 81 ઝોનમાં, 958 પરીક્ષા કેન્દ્રો પર, 3182 પરીક્ષા સ્થળમાં, 33,231 પરિક્ષાખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 ની પરીક્ષા સમગ્ર રાજ્યના 56 ઝોનમાં, 667 પરીક્ષા કેન્દ્રો પર, 1912 પરીક્ષા સ્થળમાં, 19,026 પરિક્ષાખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજીતરફ ધોરણ 10 (GSEB વર્ગ 10 SSC પરીક્ષાઓ) નું પ્રથમ પેપર ભાષા (પ્રથમ ભાષા)નું છે. 
 
GSEB એ પહેલાથી જ ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડ્સ બહાર પાડ્યા છે. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ વિના પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થતાં પહેલાં પરીક્ષા કેન્દ્રો (GSEB પરીક્ષા કેન્દ્રો) પર પહોંચવાનું રહેશે.
 
વર્ષ 2021-22 શૈક્ષણિક વર્ષથી, ગુજરાત શિક્ષણ વિભાગ બે સ્તરમાં ગણિતનું પેપર લઈ રહ્યું છે - બેસિક અને સ્ટાડર્ડ. 10મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે બોર્ડની પરીક્ષામાં બેમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હોય છે.
 
આ વાતોનું રાખો ધ્યાન: 
1. વિદ્યાર્થીઓએ પેન, પેન્સિલ, રબર વગેરે સાથે એડમિટ કાર્ડ અને માસ્ક સાથે રાખવાનું ભૂલવું જોઈએ નહીં.
2. તમારી સાથે હેન્ડ સેનિટાઈઝર અને તમારી પાણીની બોટલ લેવાનું ભૂલશો નહીં.
3. પરીક્ષા કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખો.
4. તમારી સાથે કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ ન રાખો. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તે લેવામાં આવશે.
5. વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે 
6 પરીક્ષાના સમયમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે 
7. પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે 
8. બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે