ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં

gujarat vidhansabha
Last Modified સોમવાર, 19 ઑગસ્ટ 2019 (13:43 IST)

ગુજરાતમાં ફરી એકવખત વિધાનસભાની ખાલી પડેલી સીટોને લઇને કોંગ્રેસ એક્શનમાં આવી છે અને અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ ન મળ્યા બાદ સિનિયર નેતાના ભરોસે હવે કોંગ્રેસ ફરી એક વખત એક્શનમાં આવી છે.

કોંગ્રેસમાં હાલ પેટાચૂંટણીવાળી બેઠકોની જવાબદારી કોંગ્રેસના દિગ્ગજ સિનિયરોને સોંપવામાં આવી છે.

જેમાં અર્જૂન મોઢવાડિયાને રાધનપુરની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે બાયડની જવાબદારી મધુસુદન મિસ્ત્રીને સોંપાઈ છે. આ સિવાય લુણાવાડામાં ભરતસિંહ સોલંકી, મોરવા હડફમાં તુષાર ચૌધરી, ખેરાલુમાં જગદીશ ઠાકોર અને થરાદની જવાબદારી સિધ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં અમરાઈવાડીની જવાબદારી દીપક બાબરિયાને સોંપાઈ છે, જ્યારે દેવભૂમિ દ્ગારકાની પેટાચૂંટણી માટે સ્થાનિકોને તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. કોંગ્રેસ તમામ જગ્યાએ સિનિયર લિડરો સાથે 5-5 ધારાસભ્યોની ટીમ કામ કરશે તેવી પણ જાહેરાત કરી છે


આ પણ વાંચો :