મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2021 (12:19 IST)

દેશના પ્રથમ રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો E-પ્રારંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો ગાંધીનગર ખાતેથી ઇ-પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
 
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજયમાં શ્રમ અને રોજગાર વિવિધ યોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું.
 
આ ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં આણંદ ખાતેથી જિલ્લાજ કલેકટર આર. જી. ગોહિલ  સહિત જિલ્લાન રોજગાર અધિકારી આર.એલ.પરમાર, નોડલ ઓફીસર આઇ.ટી.આઇ. ,જુનિયર રોજગાર અધિકારી એફ.એ.પઠાણ, તથા આર.બી.સોલંકી, કેરીઅર કાઉન્સીલર( ઇમ્પેક્ષ) ચેતન મહેતા સહિત નોકરી દાતાઓ ઓનલાઇન જોડાયા હતા.
 
આ ઇ-લોકાપર્ણ થતાં રોજગાર વાંચ્છુ. ઉમેદવારોને પર્યાપ્તજ રોજગારીનો અવસર મળી રહે તે માટે  વર્ચ્ચુપઅલ/ ઓનલાઇન ભરતી મેળાઓનું પણ આયોજન થશે. રોજગાર વાંચ્છુચ ઉમેદવારો કોઇપણ સ્થનળેથી રોજગાર કચેરીઓનો ટેલીફોનીક સંપર્ક કરીને અભ્યારસલક્ષી તથા કારકિર્દીલક્ષી સચોટ અદ્યતન માર્ગદર્શન મેળવી શકે તે હેતુસર કોલ સેન્ટરરનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
 
આ પ્રસંગે મુખ્યમ મંત્રી વિજય રૂપાણીએ અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેનેએમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી હોવાનું જણાવ્યુંથ હતું. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.આ ઇ-લોકપર્ણ કાર્યક્રમમાં જિલ્લાયઓના  રોજગાર અધિકારી, નોડલ આઇ.ટી.આઇ.ના આચાર્ય અને નોકરીદાતાઓ જોડાયા હતા.