ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2021 (10:55 IST)

ગુજરાતમાં દારૂ પીનાર પુરૂષોની તુલનાએ મહિલાઓની સંખ્યા બમણી, 5 વર્ષમાં પુરૂષોનો આંકડો 50 ટકા ઘટ્યો

દારૂબંધીવાળા ગુજરાતમાં પાંચ વર્ષમાં દારૂ પીનાર મહિલાઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. તો બીજી તરફ પુરૂષોના દારૂ પીવાના કિસ્સા અડધા થઇ ગયા છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS), 2019-20 નો રિપોર્ટ સામે આવ્યો છે.  
 
ગુજરાતમાં કુલ 33,343 મહિલાઓ અને 5,351 પુરૂષોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી 200 મહિલાઓ (0.6 ટકા) અને 310 પુરૂષો (5.8 ટકા)એ દાવો કર્યો કે તે દારૂ પીવે છે. તો બીજી તરફ 2015ના NFHS સર્વેમાં 68 મહિલાઓ (0.3 ટકા) અને 668 પુરૂષો (11.1 ટકા)એ દારૂ પીવાની વાત સ્વિકારી હતી. 2015માં 6,018 પુરૂષો અને 22,932 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. 
 
બંને આંકડાની તુલના કરવાથી ખબર પડે છે કે 2015માં ફક્ત 0.1 ટકા શહેરી મહિલાઓને કહ્યું કે તે દારૂ પીવે છે. તો બીજી તરફ 2020ના સર્વેમાં જાણવા મળ્યું છે કે 0.3 ટકા મહિલાઓએ દારૂનું સેવન કર્યું. 2015માં દારૂ પીનાર પુરૂષોના મામલે 10.6 ટકા હતા. જ્યારે 2020માં આ ઘટીને 4.6 ટકા થ ગયું. 
 
ગ્રામીણ વિસ્તારોમાં દારૂનું સેવન કરનાર મહિલાઓની ટકાવારી 2015માં 0.4 ટકાથી વધીને 2020માં 0.8 ટકા થઇ ગઇ છે. દારૂ પીનાર પુરૂષોની સંખ્યા 2015માં 11.4 ટકાથી ઘટીને 2020માં 6.8 ટકા થઇ ગઇ છે.