સંબંધિત સમાચાર
- ગુજરાત સરકાર 2020-21માં 46,501 કરોડનું દેવું કરશે, વ્યાજ પેટે 23,871 કરોડ ચૂકવશે
- કેન્દ્ર સરકારની ગ્રાન્ટ 1 વર્ષથી પડી છે છતાંય ST નિગમ ઇલેક્ટ્રિક બસો ખરીદતું નથી
- Webviral-શું તાજમહલને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા સ્નાન કરાવ્યુ હતો ... જાણો હકીકત..
- Vevai-Vevan - સુરતના ચર્ચિત પ્રેમી વેવાઈ અને વેવાણ ફરીથી ભાગી ગયાં
- અમદાવાદમાં એપ્રિલથી માર્ચ-2021 સુધી 40 રોજગાર મેળાનું આયોજન
ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ છતાં બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું
ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ હોવાછતાં દરરોજ હજારો કિલો ગૌમાંસ ઝડપાય છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. જ્યારે 3,462 ગૌવંશ(ગાય, બળદ, આખલા, વાછરડા) ઝડપાયા છે. તેમાં પણ સુરતમાં સૌથી વધુ 55 હજાર 162 કિલો ગૌમાંસ ઝડપાયું છે, જ્યારે પંચમહાલમાંથી 674 ગૌવંશ ઝડપાયા છે. જ્યારે સુરત બાદ 18345 કિલો સાથે અમદાવાદ બીજા નંબર પર, 5934 કિલો સાથે દાહોદ ત્રીજા નંબર પર, 2634 કિલો સાથે રાજકોટ ચોથા નંબર પર અને 2166 કિલો સાથે ભરૂચ પાંચમાં નંબર પર છે. આ ઉપરાંત છોટાઉદેપુર, જામનગર, તાપી, દેવ ભૂમિદ્વારકા, નર્મદા, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ અને મોરબી જિલ્લમાંથી એકપણ કિલો ગૌમાંસ ઝડપાયું નથી. તેમાં પણ પોરબંદર જિલ્લામાં ગૌમાંસ કે ગૌવંશ બન્નેમાંથી કંઈ ઝડપાયું નથી.
