પત્ની અને પુત્રને પતિએ કેનાલમાં ફેંકી કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

murder by husband
છોટાઉદેપુર:| Last Modified શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (18:26 IST)
વાઘોડિયા નજીક કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આ અગં વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાતમાં ઘરકંકાસમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલી તાલુકામાં રહેતા ગુલાબસિંહના લગ્ન વાઘોડિયાની જયા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દિકરા હતા. ગત 16મી સપ્ટેમ્બરના રોજ ગુલબાસિંહ તેની પત્ની અને દાઢ વર્ષના દક્ષરાજને લઇને રાજપુરા જવા નીકળ્યો હતો. તે દરમિયાન ગુલાબસિંહ અને જયા વચ્ચે બોલાચાલી થતા ઝાંખરપુરા પાસે બાઇક ઉભું રાખી ગુલાબસિંહે તેની પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારી કેનાલમાં ફેંકી દીધા હતા.
જો કે, જયા તેના પિતા ઘરે ન પહોંચ્યા હોવાનું જાણવા મળતા જયાના સસરાએ ગુલાબસિંહની પૂછપરછ કરી હતી. જેમાં ગુલાબસિંહે જયા અને પુત્ર દક્ષરાજને કેનાલમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે જયા અને દક્ષરાજની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન વાઘોડીયા નજીક કેનલામાંથી જયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હજી સુધી પુત્ર દક્ષરાજનો મૃતદહે ના મળતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યાબાદ પરિણીતાના પિતાએ બોડેલી પોલીસમાં ગુલાબસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતો પોલીસે ગુલાબસિંહ વિરૂદ્ધ જયા અને દક્ષરાજની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ પૂછપરછમાં આ હત્યા પાછળ પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ હોવાનું સામે આવ્યું હતું.


આ પણ વાંચો :