શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (18:15 IST)

બળાત્કાર કેસમાં આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટમાં કાયમી જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી

Gujarat High Court rejects Asaram's plea
બળાત્કાર કેસમાં આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટમાં કાયમી જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી દીધી છે. હાલ રાજસ્થાન જોધપુરમાં બળાત્કારના આરોપ માટે સજા ભોગવી રહેલા આસારામે  ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે 84 વર્ષના આસારામની હાલત સ્થિર હોવાથી અને ભૂતકાળમાં આ કેસના સાક્ષીઓ સાથે ડરાવવા અમે ધમકાવવામાં આવ્યા અને તે પૈકીના 1 સાક્ષીની હત્યા કરી દેવામાં આવી હોવાની દલીલ સરકારી વકીલે કરી હતી, જેના આધારે કાયમી જામીમ અરજી ફગાવી દેવામાં આવી છે.. 
 
અમદાવાદના મોટેરા આશ્રમમાં યુવતી પર રેપ મામલે ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી. આ સિવાય આસારામની સામે અલગ-અલગ સ્થળ પર બળાત્કારની ફરિયાદ નોંધાયેલ છે. જે સંદર્ભે હાલ તે જોધપુર સેન્ટ્રલજેલમાં આજીવન જેલની સજા કાપી રહ્યો છે. જોકે ગાંધીનગર રેપ મામલે તેને કાયમી જામીન અરજી કરી હતી. જેમાં તેને પોતાની ઉંમર અને આરોગ્યનું કારણ આગળ ધર્યું હતું. સાથે જ સુનવણીમાં એડવોકેટે કોર્ટને કહ્યું કે તેની સામે સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ ટ્રાયલને હજુ લાંબો સમય લાગી શકે છે. ઉપરાંત આશારામ આઠ વર્ષથી જેલમાં બંધ છે તેને બહાર નીકળવાની એક પણ તક મળી નથી જે માટે તેમને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ મૂક્યા હતા.
 
બીજી તરફ આ મામલે સરકારી વકીલે આશારામના આરોગ્યને લગતો લેટેસ્ટ રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યોમ જેમાં આશારામ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ જોધપુર જેલમાં બંધ આસારામને સપ્તાહમાં એકવાર AIMS માં તપાસ માટે લઇ જવામાં આવે છે. ઉપરાંત તેને યુરિનમાં જે મુખ્ય સમસ્યા છે તે માટે કેથેટર મુકવામાં આવ્યું છે, તે અંગેની વિગતો કોર્ટને આપવામાં આવી.
 
 
આ સિવાય સરકારી વકીલ તરફથી મુખ્ય દલીલો કરવામાં આવી કે આશારામ સામે થયેલ રેપના કેસમાં કુલ 52 સાક્ષીઓ તપાસવાના હતા. જેમાંથી માત્ર 4 સાક્ષીઓએ જ બાકી રહ્યાં છે. જેમની પણ તપાસ ટૂંક સમયમાં પૂરી થવાની છે. ભૂતકાળમાં આસારામ સામેના સાક્ષીઓને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતામ ઉપરાંત એક સાક્ષીની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક સાક્ષી કે જે જોધપુર જેલમાંથી જુબાની આપી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી તેમનું અપહરણ કરવામાં આવ્યુ હતું. આમ આશારામ પોતાના હાથમાં કાયદો લઇ ટ્રાયલ ચલાવે તે યોગ્ય ન હોવાની દલીલ કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને કોર્ટે આશારામના કાયમી જામીનની અરજી ફગાવી દીધી છે સાથે જ ગાંધીનગર સેશન્સ કોર્ટને આશારામ સામેની ટ્રાયલ 4 મહિનામાં પૂર્ણ કરીને ચુકાદો જાહેર કરવા ગાંધીનગર સેશન્સ કોર્ટને આદેશ કર્યો છે.