1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (13:09 IST)

કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે ટ્રેક્ટર અને બળદગાડા ની સવારી કરતા લોકોમાં કૂતુહલ સર્જાયું

કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે તેમણે અનોખો પ્રયોગ કર્યો હતો કોંગ્રેસના વોર્ડ નંબર 17 ના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના કાર્યકર્તા સાથે ટ્રેક્ટર માં નીકળ્યા હતા ખેડૂત આંદોલન જે રીતે ખેડૂતો દ્વારા પ્રતિકાત્મક રીતે કેન્દ્ર સરકારનો વિરોધ વ્યક્ત કરવા માટે ટ્રેક્ટર રેલી નો સહારો લીધો હતો એ જ રીતે ભારતીય જનતા પાર્ટી સમક્ષ પ્રતિકાત્મક વિરોધ દર્શાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમની પેનલના અન્ય ઉમેદવારો સાથે ટ્રેક્ટર માં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ટ્રેક્ટર પર ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓને જોતા લોકોમાં ભારે કુતૂહલ પણ જોવા મળ્યું હતું.
 
ટ્રેક્ટર અને સાથે વોર્ડ નંબર 3 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બળદગાડામાં ઘરેથી નીકળ્યા હતા. ખેડૂતના પ્રતીક સમાન બળદગાડામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો નીકળતા વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા થઈ. હતી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ એક રીતે પારંપરિક રીતે બળદગાડાનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર સમાજમાં આકર્ષણ ઉભું કર્યું હતું અને તેમનો દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. બળદગાડામાં ઉમેદવારોની કરતા સૌનું ધ્યાન તેમની તરફ આકર્ષાયું હતું.
 
ખેડૂતોનો પ્રશ્ન સમગ્ર દેશમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. કૃષિ કાયદાનો વિરોધ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા મોદી સરકારની નીતિનો વિરોધ કરવા માટે આ સૌથી મજબૂત મુદ્દો છે સુરતમાં જે પણ રાજકીય માહોલ સર્જાય છે તેની સીધી અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી હોય છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતની વાત કરવા માટે કોંગ્રેસ પોતે કાયમ આગળ આવે છે એ પ્રકારનો એક માહોલ લોકો સમક્ષ રજૂ કરવા માટે આ પ્રકારના પ્રયોગો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.