બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 ડિસેમ્બર 2019 (15:51 IST)

પતિએ કાયદો હાથમાં લઈ એમફીલ થયેલી પત્નીને તલાક આપ્યા

પાલડીમાં રહેતી અને એમ.એ.એમફીલ થયેલી મહિલાને સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપીને દહેજની માંગણી કરી હતી. તેના પતિએ તેને પોસ્ટથી લેખિતમાં ટ્રિપલ તલાક આપી દીધા હતા. અસહ્ય ત્રાસથી આવનારા બાળકને કંઈક થઈ જશે એવા ડરને કારણે પતિએ તેને ડેનમાર્કથી સારવારને બહાને ભારત મોકલી દીધી હતી. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે. આ બનાવની વિગત મુજબ પાલડીમાં પાર્ક વેલી ફ્લેટમાં રહેતા અસ્માબાનુના લગ્ન જુહાપુરામાં લામીયાના સોસાયટીમાં રહેતા મોહસીન શેખ સાથે થયા હતા.

એન્જીનીયર પતિ ડેનમાર્કમાં નોકરી કરતો હતો. બીજીતરફ સાસુ સસરા સાથે રહેતા અસ્માબાનુને તેના સાસુ સસરા નજીવી બાબતે ગોળો બોલીને અપમાનિત કરી દહેજની માંગણી કરતા રહેતા હતા. દરમિયાન 2016માં પતિ અસ્માબાનુને તેની સાથે ડેનમાર્ક લઈ ગયો હતો. તે વખતે પણ ફોન પર સાસુ સસરા તેના પતિને ઉશ્કેરતા રહેતા હતા. જેને કારણે પતિ તેને અસહ્ય ત્રાસ આપતો હતો. જેને કારણે અસ્માબાનુની તબિયત લથડતા પતિએ તેને ડેનમાર્કથી જાણ બહાર ટિકીટ કરાવીને સારવારને બહાને ભારત મોકલી દીધી હતી. દરમિયાન 2019માં દિકરી જન્મતા સાસુ સસરાતેને ગુસ્સામાં તુ છેકરી પેદા કરવાની છે તેવી ખબર હોત તો પહેલા જ એબોર્શન કરાવી નાખત અને તને ડેનમાર્ક લઈ જ ન જાત એમ કહી ઝઘડો કરતા હતા. બીજી તરફ પતિએ પોસ્ટમાં અસ્માબાનુને લેખિતમાં ત્રણ તલાક આપી દીધા હતા. આ અંગે અસ્માબાનુએ પતિ મોહસીન શેખ, સસરા સાહમુદ્દીન એ.શેખ અને સાસુ પરવીનબાનુ સામે ગુનો નોંધાવ્યો હતો.