સંબંધિત સમાચાર
- વતન જવા ઈચ્છતા હોય તો તંત્ર દ્વારા કરેલ વ્યવસ્થામાં સહયોગ કરે, કાયદો હાથમાં લેશે તો કડક કાર્યવાહી કરાશે
- આજથી દિલ્હીમાં દારૂ થયો મોંઘો, કેજરીવાલ સરકારે દારૂ પર 70 ટકા કોરોના ટેક્સ લગાડ્યો
- ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ, અમદાવાદના 26 સહિત 29ના મોત
- Corona Updates- સમગ્ર વિશ્વમાં કોરોનાથી અઢી કરોડથી વધુ લોકોના મોત થયા
- લોકડાઉનમાં પણ ગુજરાત 5428 પોઝીટીવ કેસ અને 290 મૃત્યુના આંકડે પહોંચી ગયુ
હાટકેશ્વર વિસ્તારમાં એક સાથે 21થી વધુ શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધારે શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને ક્વોરન્ટીન કરીને બસો મારફતે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ત્યાર બાદ સેનેટાઈઝ કરીને બેરિકેડ મુકી આખા વિસ્તારનો બ્લોક કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે નાગરિકોને ઘર ન નીકળવાની સૂચનાઓ પણ આપી હતી. શહેરમાં એકતરફ લોકડાઉન છે. ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ પોલીસે મુક્યો છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ છે ત્યારે આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો છે. મોટી સંખ્યામાં વાહનોનો કાફલો સુભાષબ્રિજ પાસે ખડકાયો હતો. ટુ વહીલર પર એક જ વ્યક્તિ અને ફોર વહીલરમાં બે વ્યક્તિ જ જઇ શકે છે જેથી પોલીસ લોકોને ચેક કરીને જ જવા દઈ રહ્યા છે. માત્ર આવશક્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારી જ રેડઝોનમાં જઇ શકે છે. એકમાત્ર બ્રિજ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.
