સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (16:50 IST)

ગુજરાતની 6 વિધાનસાભાની સીટો પર યોજાશે પેટાચૂંટણી, જાણો કોને મળી શકે છે ટિકીટ

ગુજરાત વિધાનસભાની 7 સીટોમાંથી 6 સીટો પર પેટાચૂંટણી યોજાવવાની છે. તેના માટે ભાજપ પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા માટે તૈયાર છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેથક આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. 6 સીટો માટે ભાજપના ઉમેદવારોને લઇને બેઠકમાં મંથન કરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા ઇન્ચાર્જ અને સ્થાનિક નેતા પણ બેઠકમાં લાગ લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં તમામ સીટો માટે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને દિલ્હી હાઇકમાન્ડને મોકલવામાં આવશે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી અને દેશના અન્ય રાજ્યોની 60થી વધુ વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના ઉમેદવારો સાથે ગુજરાતના 6 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. ભાજપના તમામ 6 સીટો પર સૌથી વધુ ઉમેદવાર અમરાઇવાડી સીટ પર છે.

અમરાઇવાડી સીટ શહેરી સીટ હોવાથી આ ભાજપની સૌથી સુરક્ષિત સીટ ગણવામાં આવે છે તો બીજી તરફ આ સીટ પર 40થી વધુ ઉમેદવાર આ સીટ માટે મેદાનમાં ઉતર્યા છે. 40થી વધુ દાવેદારોએ પોતાનો બાયોડેટા પ્રદેશ નેતાઓને મોકલી આપ્યો છે. હસમુખ પટેલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સાસદ બનતાં આ સીટ ખાલી પડી હતી. જેની 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. હાલ આ બેઠક માટે ભાજપના 40થી વધુ ઉમેદવારો પોતાની દાવેદારી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે તેવુ કહી શકાય. જેમાં સૌથી વધુ દાવેદારો પટેલ સમાજના છે.

સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ પાટીદાર ઉમેદવારને ટીકિટ ફાળવતી હોય છે. પરંતુ આ વખતે મહિલા મોરચાએ પણ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ શહેરની 16માંથી એક પણ વિધાનસભા બેઠક પર હાલ મહિલા ધારાસભ્ય નથી. તેમજ શહેરની 3 લોકસભા બેઠક પર પણ કોઈ મહિલાને ટિકીટ મળી ન હતી. ત્યારે આ વખતે વિધાનસભાની ટિકીટ મહિલા ઉમેદવારને આપવા માંગ ઉઠી છે.

અમરાઇવાડી સીટ પર આ વખતે મહિલાઓ પણ આગળ આવી છે અને આ સીટ માટે પોતાની દાવેદારી નોંધાવી છે કારણ કે અમદાવાદ શહેરની 16 વિધાનસભા સીટ અને 3 લોકસભા સીટમાંથી એકપણ મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી ન હતી જેના લીધે આ વખતે અમરાઇવાડી પર મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી માંગ છે.

ભાજપમાં મહિલા મોરચો સતત કામ કરી રહ્યો છે તો બીજી તરફ વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમને તક આપવામાં આવે તેવી માંગ છે. અમરાઇવાડી સીટના મુખ્ય દાવેદારની વાત કરીએ તો ડો. વિષ્ણુ પટેલ, પ્રવિણ પટેલ, મહામંત્રી કમલેશ પટેલ, રમેશ દેસાઇના નામ ચર્ચિત છે. તમામ ઉમેદવાર પોતાના હિસાબે બોલિંગ કરી રહ્યા છે અને પ્રદેશ નેતા સહિત મુખ્યમંત્રી સુધી નિવેદન પહોંચી રહ્યા છે. અન્ય સીટની વાત કરીએ તો તે ખેરાલુ સીટ પર સંસદ ભરતસિંહ ડાભીના પરિવારમાંથી કોઇને ટિકીટ આપવામાં આવે તેવી સંભાવના વચ્ચે મનુભાઇ પટેલ, કાળૂ માલીવાડ અને જિજ્ઞેશ સેવકના નામ ચર્ચામાં છે.

રાધનપુર સીટની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ટિકીટ નિશ્વિત છે અને બાયડ સીટ પર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને મહેંદ્વસિંહ વાઘેલાના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે તમામ ઉમેદવાર વિશે પ્રદેશના નેતા ચર્ચા કર્યા બાદ હાઇકમાન્ડને મોકલશે અને આગામી 2-3 દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ છ સીટો ઉપરાંત વધુ એક ખાલી સીટ પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સાતમી સીટને લઇને ચૂંટણી પંચ કાયદાકીય અભિપ્રાય એકઠા કરી રહી છે. આ સીટના ધારાભય ભૂપેંદ્વ ખાંટના અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ રેડ હોવાથી કાનૂને પ્રક્રિયા ચાલુ છે. આ મામલે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ આ સીટની પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટેની પેટાચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જેમાં 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 1 ઓક્ટોબરે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 3 ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આમ, 21 ઓક્ટોબરે મતદાન અને તેના બાદ 24 ઓક્ટોબરે મતગણતરી થશે.